<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ઉનાના કાજરડીમાં રસોઈ કરતી મહિલાને શોર્ટ લાગતા મૃત્‍યુ

અજાણતા ખૂલ્લો વીજ વાયર અડી લીધોઃ ૩ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૭: તાલુકાના કાજરડીમાં અજાણતા વીજ વાયરને અડી લેતા રસોઈ કરતી મહિલાનું શોર્ટ લાગવાથી મૃત્‍યુ નીપજયું હતું. તાલુકાના કાજરડી ગામે રહેતા અસ્‍મિતાબેન ભાવેશભાઈ પરમાર પોતાના ઘરે રસોઈ બનાવતા હતા, ત્‍યારે અકસ્‍માતે ખુલ્લો વીજ વાયરને અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્‍યો હતો અને બેભાન થઈ ગયા હતા. તેમના પતિ ઘરની બહાર ઊભા રહી મિત્રો સાથે વાત કરતા હતા ત્‍યારે બનાવ બનતા તુરંત ઊનાની સરકારી હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્‍યાં ફરજ બજાવતા ડોકટરે વીજ શોર્ટ લાગવાથી મળત્‍યુ થયાનું જાહેર કર્યું હતું. અને પોસ્‍ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્‍યા છે.અસ્‍મિતાબેન મૂળ આસામના છે ત્રણ વર્ષ પહેલા ભાવેશભાઈ સાથે ઈસ્‍ટિગ્રામમાં પરિચયમાં આવેલ અને પ્રેમ સંબંધ થયેલ અને લગ્ન કરી કાજરડી ગામે પતિ સાથે સુખ રૂપ સંસાર જીવી રહ્યા હતા. અચાનક પત્‍નીનું મળત્‍યુ થતા શોક છવાઈ ગયો છે.

(11:27 AM IST)