તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ભાવનગરમાં ૩૪ કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો
પંથકમાં સવારે વાદળીયું વાતાવરણ રહ્યા બાદ દિવસ પર તેજ પવન ફૂંકાયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે સવારે વાદળીયું વાતાવરણ રહ્યા બાદ દિવસ પર તેજ પવન ફૂંકાયો હતો. ભારે પવન છતાં ૪૦ ડિગ્રી ગરમી(થી ગરમીનું જોર યથાવત રહ્યું હતું.. બફારો ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૮.૭ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૪ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
