<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનાં સૂસવાટાઃ અસહ્ય ઉકળાટ યથાવત

મોડી રાત્રે અને વહેલી સવારે પવનના કારણે ગરમીમાં ઘટાડોઃ જો કે બપોરે ‘લૂ' ફેંકતો પવન ફુંકાતા લોકો ત્રાહીમામ

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સતત બીજા દિવસે પવનના સૂસવાટા યથાવત છે. અને બપોરના સમયે ‘લૂ' ફેંકતા પવનથી સૌ કોઇ ત્રાહીમામ પોકારી ગયા છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પવન ફુંકાતા ગરમીમાં રાહત મળે છે. જો કે સવારથી સૂર્યનારાયણનો આકરા તાપ વધવા લાગે છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમી વધવા લાગે છે. અને મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચે ચડવા લાગતા સૌ કોઇ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે.

ભાવગનર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર  દિવસે બપોરે મહત્તમ તાપમાન વધીને ૪૨.૮ ડીગ્રી  ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમી નો પ્રકોપ યથાવત રહ્યો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન પણ વધતા રાત્રી ગરમી વધી છે.આજે ભાવનગરમાં ૩૦ કિ.મી. ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી. ગરમીથી નગરજનો તોબા પોકારી ગયા છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૩૦  કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા જામનગર :.. મહત્‍ત્‍મ તાપમાન ૩૮, લઘુતમ ર૮, ભેજ ૬૬ ટકા અને પવનની ઝડપ ૧૮.૬ કિ. મી. પ્રતિ કલાક રહી હતી. 

(11:24 AM IST)