News of Wednesday, 25th November 2026
શું ડીસેમ્બરના પ્રારંભે ગુજરાતમાં માવઠાની સંભાવના બનશે?
શિયાળાનો ધોરી માસ ડીસેમ્બર ગણાય છે લોંગ પીરીયડ વેધર મોડેલો આવી સંભાવના દર્શાવી રહ્યા છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ બંગાળની ખાડીમાં ત્રણ વાવાઝોડા ઉદ્્ભવ્યા પણ તેની અસર ગુજરાતમાં નહોતી થઇ, જો કે અન્ય વેધર મોડેલો એવું દર્શાવી રહ્યા છે. ડીસેમ્બરના પ્રથમ સપ્તાહ દરમ્યાન બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્્ભવશે. તેનો ટ્રેક (દિશા) અગાઉના ત્રણ વાવાઝોડાઓથી અલગ તામિલનાડુ આસપાસ તે લેન્ડફોલ કરે અને અરબ સાગરમાં પ્રવેશી ફરી ગુજરાત તરફ આવી વિવિધ સંભાવનાઓ અન્ય વેધર મોડેલો દર્શાવી રહેલા છે.
જો કે હવે આઇએડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સ પણ તેની પુષ્ટિ કરે છે. આઇએમડીના લોંગ પીરીયડ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ડીસેમ્બરની પ્રથમ તારીખે જ બંગાળની ખાડીમાં સીસ્ટમ બનવાની શરૂઆત થતી જોવા મળે છે. આ સીસ્ટમ વાવાઝોડુ બને છે કે કેમ? એ તો હવે પછી આઇએમડી સત્તાવાર જાહેરાત કરશે પણ આ સીસ્ટ અથવા સંભવિત ચોથુ વાવાઝોડું તામિલનાડુ અને શ્રીલંકા પાસે લેન્ડફોલ કરે તેવું આ મોડેલ મેપ્સમાં જોવા મળે છે. લોન્ડફોલની જગ્યા બદલાઇ હોઇ, સંભાવના એ પણ રહે છે કે, આ સીસ્ટમ ડીપ્રેશન-ડીપ ડીપ્રેશન કે સાયકલોન (નામમ - કાની) જે પણ કેટેગરીમાં આગળ વધશે તો ગુજરાત પર તેનો પ્રભાવ કમોસમી માવઠા રૂપે જોવા મળે તેવી સંભાવના પ્રબળ બને છે.
ગુજરાતમાં ડીસેમ્બર-જાન્યુઆરી શિયાળાના ધોરી માસ ગણાય છે ત્યારે ભર શિયાળે માવઠાનું અવતરણ જો સંભવ બનશે તો આヘર્ય અનુભવાશે.
જો કે આ લોંગ પીરીયડ ફોરકાસ્ટ અને મોડેલ આધારિત હોઇ, હજુ આમાં જેમ-જેમ દિવસો નજીક આવશે તેમ તેમ તેમાં બદલાવો જોવા મળી શકે છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
