તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જેવો બેફામ બફારો છે એવો જ બેફામ વરસાદ વરસશે?
આઇએડીના મોડેલ મેપ્સમાં આગામી પ-૬-૭-૮ જૂલાઇએ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ બતાવે છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૦ :.. ગરમીનો આંક થોડો આછો પણ કેટલાક દિવસોથી સતત એકધારો બેફામ બફારો બધાને પજવી રહ્યો છે. જો કે હવે આઇએમડીના ફોર કાસ્ટ મોડેલ મેપ્સમાં જે વરસાદી માહોલ આગામી પાંચ દિ' બાદ સતત ચાર દિ' સુધી જોવા મળી રહ્યો છે. તે જોઇને એવુ કહેવું વાસ્તવિક સભર ગણાશે કે, જેવો બેફામ બફારો એકધારો લોકોએ સહન કર્યો છે. તેવો જ હવે બેફામ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે. આગામી તા. પ-૬-૭ અને ૮ જૂલાઇ આ ચાર દિવસો સુધી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ આ મેપ્સ બતાવે છે.
જો કે આ લોંગ પીરીયડ ફોર કાસ્ટ મોડેલ મેપ્સ હોઇ, તેમાં સ્થળ અને સમયમાં થોડા ફેરફારોની સંભાવના રહે છે. જો કે અત્રે એ નોંધનીય છે કે ચોમાસુ ગુજરાતમાં એન્ટર થયુ ત્યારથી અત્યાર સુધીમાં આઇએમડીનો મોડેલ મેપ્સમાં ગુજરાત માટે આવો ભારે વરસાદ પ્રથમવાર દર્શાાઇ રહ્યો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
