<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગુજરાત તરફ ગતિ કરશે? કે ઉત્તર તરફ સરકી જશે?

બંગાળની ખાડીમાં પ્રથમ ડીપ્રેશન બનેલી સીસ્‍ટમ ઓગષ્‍ટ પ્રારંભે આઇએમડી દર્શાવે છે કે, આ મજબુત સીસ્‍ટમ્‍સ ઉત્તર તરફ સરકી જશે જયારે વિન્‍ડી વેધર આ સીસ્‍ટમ્‍સ ગુજરાત-રાજસ્‍થાન તરફ આવશે તેવું દર્શાવે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. બંગાળની ખાડીમાંથી ઉદ્‌્‌ભવતી સીસ્‍ટમ્‍સો પૈકી આ પ્રથમ એવી સીસ્‍ટમ્‍સ છે જે ડીપ્રેશન કેટેગરીએ મજબૂત બની છે. અને આ સીસ્‍ટમ્‍સ આજે ઓડીસા-પં. બંગાળ ને પાર કરે તેવું આઇએમડીનું અનુમાન છે. આ ડીપ્રેશન સીસ્‍ટમ્‍સ ર૮-ર૯ જૂલાઇ આસપાસ મધ્‍ય પ્રદેશ-બિહાર થઇ ઉત્તર તરફ ઉત્તર પ્રદેશ-પંજાબ-હરીયાણાને સારી રીતે અર્થાત રૌદ્ર સ્‍વરૂપે ધમરોળે તેવું આઇએમડીના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં જોવા મળે છે. આ સીસ્‍ટમ્‍સના પ્રભાવથી ગુજરાત-રાજસ્‍થાન બાકાત રહેશે. અને આ તારીખોમાં ગુજરાત-રાજસ્‍થાનમાં ઉઘાડની સ્‍થિતિ - આકાશ સ્‍વચ્‍છ જોવા મળે તેવું હાલના મેપ્‍સમાં જોવા મળે છે. જો કે આ લોંગ પીરીયડ ફોરકાસ્‍ટ હોઇ તેમાં બદલાવ જોવા મળી શકે છે.

આથી વિપરીત વિન્‍ડો વેધર મોડેલ આ બંગાળની ખાડીની ડીપ્રેશન સીસ્‍ટમ્‍સનો ટ્રેક - દિશા થોડી અલગ દર્શાવે છે. આ વેધર મોડેલ અનુસાર આ ડીપ્રેશન સીસ્‍ટમ્‍સ ડીપ ડીપ્રેશન કેટેગરી સુધી વધુ મજબૂત બને તેવી સંભાવના રહે છે. તે ઉપરાંત આ મજબૂત સીસ્‍ટમ્‍સ ઉત્તરને બદલે રાજસ્‍થાન-ગુજરાત તરફ આવશે અને ઓગસ્‍ટના પ્રારંભે આ સીસ્‍ટમના પ્રભાવે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જમાવટ લે તેવું આ ફોરકાસ્‍ટ મોડેલ મેપમાં જોવા મળે છે.

હજુ ઓગસ્‍ટના પ્રારંભ આડે ચારેક દિ' બાકી હોઇ, ભિંજાતા દર્શાવતા મોડેલોમાં શા-શા ફેરફારો થાય છે એ જોવું રહ્યું. વળી ઓગસ્‍ટના પ્રારંભે આ ડીપ્રેશન સીસ્‍ટમ્‍સ ગુજરાત તરફ કે ઉત્તર તરફ સરકી નબળી પડે ત્‍યાં જ ઓગસ્‍ટ પ્રારંભે બંગાળની ખાડીમાં વધુ એક સીસ્‍ટમ્‍સ ઉદ્‌્‌ભવશે તો પણ જોવા મળી રહ્યા છે.

(11:02 AM IST)