તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
આ માસના મધ્યભાગે બંગાળની ખાડીમાં બનશે મજબૂત સીસ્ટમ?
વેધરસંસ્થા વિન્ડી અનુસાર ૧૫ ઓકટોબરે આ સીસ્ટમ બનશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૬: આ પૂર્વેના વેધર અહેવાલમાં જણાવ્યું હતું કે હવે ગુજરાતમાંથી ચોમાસુ ઝડપથી વિદાય લેશે. જે મુજબ મોટી છલાંગ સાથે પુરા ગુજરાતમાં બેદિ' પૂર્વે ચોમાસાએ રૂપી વરસાદની સંભાવનાના ત્રણસ્ત્રોતો બાકી રહે છે એક તો દેશના ઉતરભાગે પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બનસથી પણ રાજયમાં કયારેક વરસાદી માહોલ બની શકે છે. બીજુ અરબસાગરમાં કાંઇ સીસ્ટમ આકર લે અને તેનો ટ્રેક ગુજરાત તરફ રહે તો માવઠારૂપી વરસાદી માહોલ રચાઇ શકે છે અને ત્રીજો સ્થાને છે. બંગાળની ખાડી, જેનો ટ્રેક પણ ગુજરાત તરફ રહે તો તે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસાવી શકે છે.
આફટર ડે ફોરકાસ્ટ તથા લોંગ પીરીયડ ફોરકાસ્ટમાં તેની ટેકનોલોજીમાં આગળ પડતી ગણાતી વેધરસંસ્થા વિન્ડીનો વર્તારો જોઇએ તો આગામી ૧૫ ઓકટોબર આસપાસ બંગાળની ખાડીમાંએક મજબૂત સીસ્ટમ આકાર લેતી જોવા મળે છે. કદાચ તે વાવાઝોડુ પણ બની શકે છે. વિન્ડી અનુસાર હાલ આ સીસ્ટમનો ટ્રેક (દિશા) ઉતર તરફ જોવા મળે છે. પણ આ લોંગ પીરીયડ ફોરકાસ્ટ સમયગાળામાં બદલાવ જોવા મળી શકે છે. આ સીસ્ટમના કારણે દેશના પૂર્વ રાજયોના તટીય વિસ્તારોમાં ફરી ભારે વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના રહે છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
