News of Wednesday, 7th October 2026
જામનગરમાં "ધ નેચર લેન્સ સોસાયટી"આયોજિત વાઇલ્ડ આઈસ "વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એકઝીબીશન" ના ત્રિદિવસીય પ્રદશૅનમાં જામનગરના ૨૩ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરની ૧૪૦ જેટલી અલભ્ય તસ્વીરો પ્રદર્શિત

જામનગર::જામનગરમાં "ધ નેચર લેન્સ સોસાયટી"દ્વારા યોજવામાં આવેલ વાઇલ્ડ આઈસ "વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એકઝીબીશન" ના ત્રિદિવસીય પ્રદશૅન માં જામનગરના ૨૩ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ની ૧૪૦ જેટલી અલભ્ય તસવીરો પ્રદર્શિત કરવામાં આવેલ આ પ્રદશૅનની મુલાકાતે પી.બી.પંડયા કલેકટર, વિમલકુમાર ચૌધરી એડી.કલેકટર, જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ,મેયર મોનિકા બેન વ્યાસ,ચેરમેન ધિરેન મોનાણી, ડે.મેયર રાકેશ ડેર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, નેતા અમરભાઇ મોદી, ડીવાયએસપી જયવીરસિહ ઝાલા,ડો.મોહન રામ વનસંરક્ષક જુનાગઢ, નાયબ વન સંરક્ષક શૈલેષ કોટડીયા ,મદદનીશ વનસંરક્ષક શૈલૈષ ત્રિવેદી સહિતના ફોરેસ્ટ અધિકારીઓ, કોરપોરેટરો, ચેમ્બર પ્રમુખ રમણીકભાઇ અકબરી, આયૅસમાજ ના પ્રમુખ દિપકભાઇ ઠકકર, ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોડૅ ના સદસ્ય સી.ટી.રાણા, નવાનગર નેચર ક્લબ ના પ્રમુખ વિજયસિંહ જાડેજા,જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ કથિરિયા, સહકારી આગેવાન જીવણભાઇ કુભરવાડીયા,અક્ષતભાઇ વ્યાસ, ખાણખનીજ વિભાગ જામનગરના ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા, અભિજીત સિન્હા સુપ્રિટેન્ડન્ટ જામનગર પોસ્ટ ઓફિસ, ગુજરાતના ફોટોગ્રાફરો સૌરભ દેસાઈ,પિનકેશ તન્ના, પ્રિયંક ધામી,શિવમ ભટ્ટ,વાલસુરા જામનગરના અધિકારીઓ તથા પયૉવરણ પ્રેમીઓ,ડોક્ટરો અને શહેરના અગ્રણીઓ સહિત શહેરની શાળા કોલેજોના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં...(તસવીરઃ વિશ્ર્વાસ ઠકકર)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
