News of Thursday, 30th July 2026
જામનગરમાં 2 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયા બાદ પત્ની-પ્રેમી અને મજૂરની ધરપકડ : દારૂમાં ઝેર આપી મૃતદેહ દાટી દીધો'તો
પૃથ્વી માવદીયાએ પ્રેમી નિલેશ સાથે મળી પતિ જીગ્નેશને સાઈનાઈડ પીવડાવ્યું હતું પોલીસે માનવ અવશેષો ખોદી કાઢી ફોરેન્સિકમાં મોકલ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગર પોલીસે 2 વર્ષ જૂના હત્યાના કેસનો પર્દાફાશ કર્યો છે. મૃતક જીગ્નેશ માવદીયાની હત્યામાં તેની જ પત્ની, પ્રેમી અને એક મજૂર સામેલ હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જીગ્નેશ માવદીયાની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવદીયા ના તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયા સાથે અનૈતિક સંબંધો હતા. પતિથી છુટકારો મેળવવા બંનેએ કાવતરું ઘડ્યું હતી.
આરોપીઓએ જીગ્નેશને દારૂમાં સાઈનાઈડ ઝેર પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે મજૂર બલવીર દેવીરામ વર્માની મદથી તેને દાટી દેવામાં આવ્યો હતો.
જીગ્નેશના મૃત્યુના બે વર્ષ બાદ પોલીસને આ સમગ્ર મામલાની ભનક લાગી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જીગ્નેશના માનવ અવશેષો જમીનમાંથી બહાર કાઢ્યા અને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં જામનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પૃથ્વી ઉર્ફે ભૂમિ માવદીયા હત્યા કરનાર પત્ની,નિલેશ મનસુખભાઈ કછટીયા પત્નીનો પ્રેમી,બલવીર દેવીરામ વર્મા મૃતદેહ દાટવામાં મદ કરનાર મજૂર.
હાલ પોલીસ ત્રણેયની વધુ પૂછપરછ કરી રહી છે અને હત્યામાં વપરાયેલ ઝેર તથા અન્ય પુરાવા એકત્ર કરી રહી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
