<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ટંકારાના મિતાણા પાસે રાતે વાહન અકસ્‍માતમાં અજાણ્‍યા યુવાનનું મોત

આશરે ૩૦ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડયો

 

 

રાજકોટ તા. ૧૧: ટંકારના મિતાણા નજીક વાહન અકસ્‍માતમાં અજાણ્‍યા યુવાનનું મોત થયું છે. આશરે ૩૦ વર્ષનો યુવાન રાતે બે વાગ્‍યા આસપાસ મિતાણા નજીક કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઇજાગ્રસ્‍ત હાલતમાં રોડ પર પડયો હોઇ ૧૦૮ મારફત રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:25 PM IST)