તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 13th May 2026
ઉનામાં અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું મોતઃ બોલેરો અને બાઇક ટકરાયાં

(નવીન જોષી દ્વારા) ઉનાઃ તા.૧૩, ટાવર ચોકમાં બોલેરો પીકઅપ વાનની હડફેટે બાઇકમાં પાછળ બેઠલ સમજુબેનનું ફંગોળાય જવાથી તેનું મૃત્યુ થયું હતું. મરનાર સમજુબેન તેના પતિ સાથે જતા હતા, પતિ ભાણજીભાઇને ઇજા થઇ હતી.
નાથળ ગામ ના ભાણજી ભાઈ શિંગડ અને તેમના પત્ની સમજુ બેન ઊના ખરીદી કરવા આવ્યા હતા અને ખરીદી કરી પરત નાથલ ગામ જતા હતા ત્યારે ટાવર ચોક આગળ ગોંદરા ચોક પાસે પહોંચેલ ત્યારે એક બોલેરો પિકપ વાન નંબર GJ 32 T 3436 ના ચાલકે પુર ઝડપે અને બેદરકારી થી ડબલ સવારી ચલાવી મોટર સાયકલ ને હડફેટે લેતા ભાણજી ભાઈ અને સમજુ બેન રોડ ઉપર પડી ગયા હતા અને આ અકસ્માતમાં બોલેરો નું પાછલા ટાયર સમજુબેન ના પેટ ઉપર ફરી વળેલ અને સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું અને ભાણજીભાઇ શિંગડ ને ઇજા પહોંચી હતી. સમજુ બેન ભાણજી ભાઈ શિંગડને બે બાળકો છે જે ને માતા ની છત્ર છાયા ગુમાવી છે. આ વિસ્તાર ટ્રાફિક થી ધમ ધમતો હોય ટ્રાફિક પોલીસ જરૂરી છે. બોલેરો પિકપ વાનનો ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો ઊના પોલીસ દવાખાને પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહેલ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
