News of Saturday, 10th October 2026
ધોરાજી પાસે પતિની નજર સામે જ પત્નિનું મોત થતા અરેરાટી
પોલીસ અધિકારીએ માનવતા ન દાખવી હોવાનો લલીત વસોયા- હરકિશન માવાણી, કે.પી. માવાણી સહિતનાનો આક્ષેપ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૦:ધોરાજીના ખેડૂત કિશોરભાઈ માવાણી પાટલા સાસુના શ્રાદ્ધમાં ઉપલેટા જમીને પરત આવતા હતા ત્યારે ધોરાજી નજીક પહોંચતા મોટરસાયકલમાં પથ્થર આડો આવતા સ્લીપ થતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના શાળા નંબર ૭ બ્રહ્મસમાજની વાડી પાસે રહેતા કિશોરભાઈ (પાંચાભાઇ) માવાણી પોતાના પાટલા સાસુ નો શ્રાદ્ધ ઉપલેટા ખાતે હોય ત્યારે તેઓ બંને મોટરસાયકલ લઈને તેમના પત્ની ઇન્દુબેન સાથે ઉપલેટા શ્રાદ્ધમાં ગયા હતા બાદ સાધનો જમીને બપોરે પરત આવતા ધોરાજી નજીક ઉપલેટા રોડમા પેટ્રોલ પંપ પાસે પહોંચતા રોડ ઉપર નાનો પથ્થર આવી જતા ગાડી અચાનક સ્લીપ થઈ જતા બંને કિશોરભાઈ તેમજ તેમના ધર્મપત્ની ઇન્દુબેન પડી ગઈ જતા ઇન્દુબેનને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ૧૦૮ મારફતે ધોરાજીની જૂનાગઢ રોડ ઉપર આવેલી તેલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ આ સમય દરમિયાન જુનાગઢ પહોંચે એ પહેલાં જ એમ્બ્યુલન્સમાં જ ઇન્દુબેન કિશોરભાઈ માવાણીએ દમ છોડી દેતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરેલ
જે ઘટનાની જાણ થતા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી પૂર્વ નગરપતિ કે.પી માવાણી ભોળાભાઈ માવાણી ગીરીશભાઈ ઠેસીયા વિગેરે આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા
ઉપરોકત દુઃખદ ઘટનાની જાણ મરણ જનાર ઇન્દુબેન કિશોરભાઈ માવાણી ની બંને પુત્રીઓને થતા તેઓ પણ તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ અને પિતા સાથે ખૂબ જ દુઃખદ ઘટના બાબતે પિતા પુત્રીઓ ભાંગી પડી હતી
ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી તેમજ ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે પી માવાણી એ જણાવેલ કે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટરએ મૃતદેહ પડ્યો હોય અને વાતાવરણ ગમગીની બની ગઈ હોય આવા સમયે માનવતા દર્શાવી જોઈએ પરંતુ પોલીસ ઇન્સ્પેકટર ભાવેશ પટેલે એવું કીધું કે મરણ જનારના પતિ કિશોરભાઈ માવાણી અને તેમની પુત્રી તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચે. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ને પણ આ બાબતની જાણ કરી હતી તેમજ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને આ બાબતની જાણ થતા તાત્કાલિક તેઓએ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને આ બાબતની બનાવની જાણ કરી હતી બાદ ધોરાજીના પીઆઇ બાબતે વિજયસિંહ ગુર્જરનો સામેથી ફોન આવ્યો હતો અને ફરી આવો બનાવ નહીં બને તેવું તેઓએ લલીતભાઈ વસોયાને જણાવ્યું હતું.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
