<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

વંથલી નજીક બાઈક પરથી પડી જતા પત્‍નીનું મોત

માણાવદર હાઇવે પર નાવડા ગામ જતા રસ્‍તામાં બનાવ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૫: માણાવદર તાલુકાના નાવડા ગામના દાનાભાઇ સાજણભાઈ ભારાઇ બુધવારે પોતાની જીજે ૧૧ ઇકે ૯૯૦૨ નંબરની બાઈક  પર પત્‍ની બાવકીબેન (ઉં.વ. ૪૯)ને બેસાડીને વંથલી સરકારી દવાખાનેથી દવા લઇને પરત નાવડા ગામે આવી રહ્યા હતા.

આ દરમિયાન વંથલી-માણાવદર હાઇવે પર દેવ પેટ્રોલ પંપ પાસે દાનાભાઇએ પોતાનું બાઇક પૂરપાટ ઝડપે ચલાવતાં પાછળ બેઠેલાં બાવકીબેન બાઇક પરથી નીચે પડી ગયાં હતાં. બનાવની જાણ થતાં જ પુત્ર દેવાભાઇ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. ઇજાગ્રસ્‍ત મહિલાને પહેલાં વંથલી સરકારી હોસ્‍પિટલ અને ત્‍યારબાદ વધુ સારવાર માટે ૧૦૮ મારફતે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યા ફરજ પરના ડોક્‍ટરે તેમને મળત જાહેર કર્યા હતા.  આ અક્‍સ્‍માત અંગે વંથલી પોલીસે મળતકના પુત્ર દેવાભાઇની ફરિયાદના આધારે બાઈક ચાલક પિતા દાનાભાઇ ભારાઇ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(10:42 AM IST)