<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સાવરકુંડલામાં મહુવા રોડથી અમરેલી રોડ સુધી ડીવાઈડર બનાવવામાં આવશે કે કેમ?

 

(ઈકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા, તા.૪: મહુવારોડ થી અમરેલી રોડ સુધી ૧૨ કરોડ ખર્ચે બનતો રોડના કામમાં ડીવાઈડર બનાવવાનો ઉલ્‍લેખ છે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્‍યું છે

સાવરકુંડલા શહેર માં એસ ટી બસ સ્‍ટેન્‍ડ થી હોમગાર્ડ કચેરી સુધી ડીવાઈડરને ખાલી સફેદ અને પીળો પટ્ટો મારવા માં આવી રહ્યો ત્‍યારે તંત્રએ ખાલી ડીવાઈડરને કલર કામ કરવાનો જ પાટો મારવા નું કામ આપવા માં આવ્‍યું હશે કે પછી  ૧૨ કરોડ ખર્ચે બનતો રોડ માં તેનો સમાવેશ કરવામાં આવેલ હશે? તેવો સવાલ ચર્ચાય છે.

મહુવા રોડથી અમરેલી રોડ સુધી  કામ માં ડીવાઈડર બનાવવાનો ઉલ્‍લેખ કર્યો હશે કે કેમ તે સવાલ લોકોને સતાવી રહ્યો છે અમરેલી રોડ ઉપર આવેલ સાવરકુંડલા બાય પાસ પાસે થી અમરેલી રોડ ઉપર આવેલ હરિબાગ સુધી રોડ ની વચ્‍ચે ડીવાઈડર તો બનાવવા માં આવે છે તો સાવરકુંડલા ના હોમગાર્ડ કચેરીથી અમરેલી રોડ ખાતર વાડી સુધી તો ડીવાઈડર બનાવવા માં આવતું નથી તો શું ૧૨ કરોડ ના ખચે બનતો રોડ ના કામ માં ડીવાઈડર બનાવવા નો ઉલ્‍લેખ નથી કે કેમ  તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે  મહુવા રોડ થી અમરેલી રોડ સુધી ના રોડ માં ક્‍યાંક જગ્‍યા માં માત્ર ડીવાઈડર ને સફેદ અને પીળો પટ્ટો જ મારવા માં આવે છે અને ક્‍યાંક જગ્‍યા માં નવા ડીવાઈડર બનાવવા માં આવે છે તો ખરેખર ડીવાઈડર બનાવવા ની સ્‍થિતિ શું છે તે પણ એક તપાસ નો વિષય ઉપસ્‍થિત થયો છે તેવી વ્‍યાપક  ચર્ચા ઓ થવા લાગી છે

(12:05 PM IST)