<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

પેપર લીક-શિક્ષણમા ગેરરીતિ માટે સરકાર-શિક્ષણ મંત્રી મૌન કેમ ? સાવરકુંડલામાં દલિત સમાજ દ્વારા આવેદન

આ દેશમાં સારા શિક્ષણ માટે અને બાળકોના સારા ભવિષ્‍ય માટે અમે સરકાર પાસે જવાબ માગીએ છીએ. સરકાર સામે એક અવાજ ઉઠાવવો એ અમારો હક નથી ? સરકાર સામે સવાલો ઉઠાવ્‍યા

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૩: પેપર લીક-શિક્ષણમા ગેરરીતિ માટે સરકાર-શિક્ષણ મંત્રી મૌન કેમ ? તેવો સવાલ ઉઠાવીને સાવરકુંડલામાં દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

કાંતિભાઈ વાળાની આગેવાનીમાં પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે,અમે કોઈ પાર્ટી કે પક્ષ તરફથી નથી દેશના નાગરિક તરીકે તમને આવેદન પત્ર પુરી શાંતિ થી પાઠવીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી પેપર લીક થાય છે હાલમા NEETની પરીક્ષામા પણ પેપર લીક થયુ જેના લીધા ઘણા બાળકોએ આપધાત કરેલ. તેના જવાબમાં સરકાર મૌન બેઠી છે અને એનો જવાબ ભારત સરકાર ના શિક્ષણ મંત્રી  ધર્મેન્‍દ્ર ઙ્કધાને પણ નથી આપ્‍યો.

માટે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના યુવાનો દેશ ની રાજધાની દિલ્‍હીમા છેલ્લા એક મહિનાથી ધરણા પર બેઠા છે. ૨૧ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને બળજબરી પૂર્વક ત્‍યાંથી ઉપાડીને લઈ ગયેલ.તો શુ આ દેશ માં સારા શિક્ષણ માટે અને બાળકો ના સારા ભવિષ્‍ય માટે અમે સરકાર પાસે જવાબ માગીએ છીએ. સરકાર સામે એક અવાજ ઉઠાવવો એ અમારો હક નથી ? આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણના સંવિધાનથી ચાલે છે તો બધા પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે છે માટે આ આવેદનથી તમે સરકારનુ ધ્‍યાન કેન્‍દ્રિત કરો અને જવાબ આપો બાકી અમે દેશના નાગરિક તરીકે ઉગ્ર આંદોલનની ચિમકી આપીએ છીએ.

(10:17 AM IST)