<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

તારી બહેન સાથે ફોનમાં કેમ વાત કરે છે? કહી ગુંદાળામાં પરિણીતાને પતિએ ધોકાવી

અંશુબેન સહાની રાજકોટ સારવાર હેઠળઃ ઢીકાપાટુ મારી માથામાં ઇંટ ફટકારી

રાજકોટ તા. ૧૫: ગોંડલના ગુંદાળામાં એક પરિણીતા તેના મોટા બહેન સાથે ફોનમાં વાત કરતી હોઇ આ બાબતનો ખાર રાખી તેણીને પતિએ ઢકીાપાટુનો માર મારી માથામાં ઇંટ ફટકારી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છ.ે

જાણવા મળ્‍યા મુજબ ગુંદાળા ગામે શીપકોલ્‍ડ કંપની નજીક રહેતી અંશુબેન અશોક સહાની (ઉ.વ.૨૨) નામની પરિણીતાને સાંજે આઠેક વાગ્‍યે પતિ અશોકે ઝડઘો કરી ઢીકાપાટુનો માર માર્યા બાદ માથામાં ઇંટ ફટકારી દેતાં દેકારો મચી ગયો હતો. બનાવને પગલે આસપાસમાંથી બીજા લોકો દોડી આવતાં તેણીને વધુ મારથી બચાવી હતી. તેણીના ભાઇને જાણ થતાં તે પહોંચ્‍યો હતો અને ગોંડલ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડી હતી.

ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. અંશુબેન અને તેનો પતિ મુળ બિહારના વતની છે, પતિ કંપનીમાં નોકરી કરે છે. તેણીને સંતાનમાં એક દિકરી છે. મોટી બહેનનો બિહારથી ફોન આવતાં પોતે તેમાં વાત કરતી હોઇ આ બાબતે પતિએ વાંધો ઉઠાવી તું કેમ તારી બહેન સાથે ફોનમાં વાત કરે છે? કહી મારકુટ કર્યાનું તેણીએ જણાવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. 

(11:36 AM IST)