<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કોણ બનશે મોરબીના પ્રથમ મેયર? બોરીચા જ્ઞાતિના હશે કે સતવારા જ્ઞાતિના? :અત્ર, તત્ર, સર્વત્ર મોરબીમાં એકજ ચર્ચા!

બન્ને જ્ઞાતિમાંથી કુલ 3 કોર્પોરેટરોના નામ અને તેમાં એક નામ બોરીચા જ્ઞાતિમાંથી અને બે નામ સતવારા જ્ઞાતિમાંથી ચર્ચામાં :તેમાંથી એક મેયર બનવાની પુરી શક્યતા.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી કોર્પોરેશન બન્યા બાદ તેની 52 ને 52 સીટ ભાજપે મેળવી એ ઇતિહાસનું પુનરાવર્તન છે. જે કદાચ ભાજપની પણ ધારણા બહારની સફળતા છે. અને તેથી વિપક્ષ નામે કશુ રહ્યુ નથી.
અને હવે રાજ્યના શહેરી વિકાસ વિભાગની ગાઇડલાઇન મુજબ પ્રથમ મેયર ઓબીસી સીટ અનામત જાહેર કરવામાં આવેલ છે. અને હાલમાં મેયર, ડે મેયર, સ્ટે. ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના પદ માટે ઉમેદવારોએ અપેક્ષિત જગ્યાએ લોબિંગ પૂરજોશમાં શરૂ કરી દીધુ છે
અને જે ભાજપના 52 ને 52 ઉમેદવારો ચૂંટાયા છે તેમાં  ઓબીસી મહિલા ઉમેદવારનો અને પુરુષ ઉમેદવારોનો સસમાવેશ થાય છે. મેયર પદ માટે મહિલા ઉમેદવારની કોઈ શક્યતા દેખાતી નથી કારણકે બીજી ટર્મના અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત રખાયા છે. તેથી તેનું અનુમાન અસ્થાને છે.
એ ચોક્કસ છે કે, જો મેયર પદ બોરીચા સમાજના ફાળે જશે તો સ્ટેન્ડિંગ કમિટી પદ સતવારા સમાજને ફાળવવાની અને જો મેયર પદ સતવારા સમાજને ફાળે જશે તો સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પદ બોરીચા સમાજને ફાળે જવાની હાલ પુરી શકયતા છે. અને ડે.મેયર સ્ટેન્ડિંગ પક્ષના નેતા, દંડક સહીત અન્ય કમિટી સહિતના અન્ય મહત્વના પદ, કમિટીઓ મેળવવા માટે ઓબીસી સિવાયના પણ ઉમેદવારો અપેક્ષા રાખી રહ્યા હોય તે સ્વાભાવિક છે.
ખેર કયુ પદ  કે કમિટી કઈ જ્ઞાતિના કોર્પોરેટરને ફાળે જશે તે તો આવતો સમય જ બતાવશે, પણ હા મોરબીના પ્રથમ મેયરનું પદ બોરીચા કે સતવારા જ્ઞાતિના કોર્પોરેટરના   ભાગે આવવાની હાલ પુરી શક્યતા લાગી રહી છે.

(1:10 AM IST)