<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

શ્રી રામ કહે તે સત્‍ય છે પણ શ્રી રામ સ્‍વયં સત્‍ય છેઃ પૂ. મોરારીબાપુ

સાધનાભૂમીઃ ગંગામૈયાના તટ ઉપર આયોજીત ‘‘માનસ સુકતીર્થ'' શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસ

રાજકોટઃ તા. ૭, અવધૂત શિરોમણી-પરમહંસ સુકદેવજીની ભાગવદ્દ ભૂમિ અને અનેક ઋષિ-મુનીઓ-સંતો-સાધુઓની સાધનાભૂમિ તથા ભાગિરથી ગંગામાના તટ પર પ્રવાહિત થઇ રહેલી રમકથા ‘‘માનસ સુકતાર્થ'' ના પાંચમા દિવસે કથાના પ્રેમસંવાદમાં પ્રવેશ કરતા પૂ. મોરારીબાપુએ   કહયું હતું કે, રાજા પરિક્ષિતે સુકદેવજી સન્‍મુખ સાત દિવસ ભાગવદ કથા સાંભળી ત્‍યારે સુકદેવજી પરિક્ષિતને પૂછે છે કે હે,  રાજન! તમને કથા શ્રવણ દરમ્‍યાન શું પ્રાપ્ત થયું ? ત્‍યારે પરિક્ષિત પ્રત્‍યેક દિવસે શું શું પ્રાપ્ત થયું તેના સંવાદ કરે છે, પરિક્ષિત કહેછેઃ મહારાજ, મને કથાના પ્રથમ દિવસે ગુણવર્ધન-ગુણવિકાસની પ્રાપ્તિ થઇ છે. સંસ્‍કૃતમાં ‘ગુણ'ને બંધન કહયો છે પણ અહિ ગુણવર્ધન એટલે જેમ યજ્ઞની શિરા ઉપર-આકાશ તરફ ગતિ કરી અને પછી આકાશમાં વિલિન થઇ જાય છે એ અર્થમાં પરિક્ષિત ઉર્ધ્‍વ થયા છે. બીજો દિવસઃ સિમીત સમયમાંસિમીત સાધનથી  લક્ષ્ય પ્રાપ્‍તિ થઇ છે. સિમીત સાધન કયું ? શ્રવણ સાત દિવસ નિરંતર કથાશ્રાવણ થી લક્ષ્ય પ્રાપ્‍તિ પરિક્ષિતને થઇ છે. ત્રીજો દિવસઃ પરિક્ષિત કહે છે મહારાજ, મારામાં સેવાભાવ જાગૃત થયો છે. જે ખૂબ જ કઠિન છે એક લાખ રૂપિયાનું દાન કરવું સહેલું છે પણ સેવા કરવી એ ખૂબજ અઘરૂં છે. સેવામાર્ગ સરળ નથી, કોઇની સેવા કરવી એ જાગૃતિનું કામ છે.પરિક્ષિતમાં સેવાભાવ જાગૃત થયો છે.

 જીવનની પ્રત્‍યેક ઇન્‍દ્રીયોમાં સંયમ આવે છે પરિક્ષિત કહે છે કે મારામાં અહિંસાની પ્રતિષ્‍ઠા થઇ છે. હિંસાના વિચારોમાંથી મુકત થયો છું. કથા સાંભળવાથી અહિંસા જન્‍મે છે, છઠ્ઠો દિવસઃ અશ્રૃપ્રાપ્‍તિ, પરિક્ષિત કહે છે કે-કથા સાંભળવાથી મને આસુઓ (ગદ્દગદ્દ ભાવ) મળ્‍યો છે અને સાતમો દિવસ પરિક્ષિત કહે છે - મહારાજ, કથાના અંતિમ દિવસે મને પરમ્‌ સત્‍યની પ્રાપ્‍તિ થઇ છે. આમ પરિક્ષિત રાજાએ સાતે-સાત દિવસ જે મેળવ્‍યું એનું સુકદેવજી સન્‍મુખ નિવેદન કરે છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, કૃષ્‍ણ કહે છે તે સત્‍ય છે એ જ કૈં કહેએ સત્‍ય છે પણ કૃષ્‍ણ સ્‍વયં પરમ સત્‍ય છે એમ રામ, શિવ જે કહે તે સત્‍ય છે. ત્‍યારે રામ સ્‍વયં પરમસત્‍ય છે, શિવ સ્‍વયં પરમસત્‍ય છે, ‘પરમ' એટલે અંતિમ શિખર એનાથી ઉપર કશું જ નથી ! પતંજલિ કહે ધ્‍યાન સત્‍ય છે અને સમાધિ પરમ સત્‍ય છે કોઇપણ ભગવદ્દકથાથી પરમસુખની પ્રાપ્‍તિ થાય છે, બ્રહ્મસુખ મળે છે બ્રહ્મ શું છે ? એક જ છે, પણ એના પાંચ સ્‍વરૂપ છે તૈતરીય ઉપનિષદમાં એના શ્‍લોકમાં બ્રહ્મના પાંચ રૂપ દર્શાવાયા છે. (૧)અન્‍ન બ્રહ્મ આપણે ત્‍યા અન્‍નને બ્રહ્મનો દરજજો અપાયો છે. (ર) પ્રાણ બ્રહ્મ-પ્રાણને પણ બ્રહ્મ કહયો છે અને આ પ્રાણ અન્‍ન આધારિત છે. (૩) મન બ્રહ્મ -આપણું મન પણ બ્રહ્મ છે મન વિશે તો કેટકેટલું કહેવાયું -લખાયું- બોલાયું છે. ઓશો કહે છે : આપણા મનને જયાં ન જવાનું કહો તો એ પહેલાં ત્‍યાં જ પહોંચી જશે એ માટે ઓશો એક દૃષ્‍ટાંત આપે છે કે : એક બગીચામાં પતિ-પત્‍ની કોફી પી રહયાં હતાં અને એનું નાનું બાળક બાગમાં રમતું હતું, કોફી પીતાં-પીતા પતિ-પત્‍ની  વાતો કરી રહયાં છે એવામાં એનું બાળક રમતુ-રમતુ દુર જતું રહયું ! પતિ-પત્‍ની તો ચિંતામાં પડી ગયા બગીચાની એક દિશા તરફ પત્‍ની ગઇ, બીજી દિશા તરફ પતિ ગયો, બાળકની શોધમાં ખૂબ મથે છે,પણ બાળક જડતું નથી ત્‍યારે પતિ એ પત્‍નિને પૂછયું કે- તે દિકરાને  એવું કહયું હતું કે આ જગ્‍યાએ ન જતો ? પત્‍ની કહે હા મેં કીધુ ‘ તુ  ફૂવારા પાસે ન જતો, પતિ બોલ્‍યોઃ તો જા ફૂવારા પાસેજ આપણો દિકરો રમતો હશે ? આ દૃષ્‍ટાંતનો અર્થ એ કે આપણુ મન જયાં ન જવાનું કહે ત્‍યાં પહેલા જ પહોંચી જતું હોય છે. (૩) વિજ્ઞાન બ્રહ્મ- આપણા શાષાો વિજ્ઞાન પણ બ્રહ્મ ગણ્‍યું છે અને છેલ્લે (પ) આનંદ બ્રહ્મ આનંદ પણ બ્રહ્મ ગણાય છે. (મનોજ જોશી-‘મજો'-રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫,૮૧૪૦૨ ૧૩૧૩૦ )

(3:41 PM IST)