<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

મોરબીના જીકીયારીમાં તમે મારા કાકાને સહાય અપાવવાનું શું કામ કહ્યું કહી હુમલો

મોહનભાઇને કુટુંબી ભત્રીજા જીતુએ ધોકાથી ફટકારતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૪: મોરબીના જીકીયારી ગામે રહેતાં મોનભાઇ ચકુભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ને તેના કુટુંબી ભત્રીજા જીતુ સોલંકીએ ધોકાથી માર મારતાં પગમાં, શરીરે ઇજાઓ થતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

મોહનભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા છે અને સંતાનમાં બે દિકરા છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. મોહનભાઇએ કહ્યું હતું કે અમારા વિસ્‍તારમાં મોરબીથી ગરીબોને સહાય કરવા માટે લોકો આવ્‍યા હતાં અને મને કોઇ જરૂરીયાત મંદ હોય તો ઘર બતાવવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા મારા કુટુંબી ભત્રીજા જીતુના કાકા રાજુભાઇ પડી ગયા હોઇ તેમને પગમાં ગંભીર ઇજા થઇ હોઇ અને તેઓ એકલા જ રહેતાં હોઇ જેથી મેં સહાય કરવા આવેલા લોકોને આ રાજુભાઇને સહાય થાય તો સારુ રહેશે તેમ કહી ઘર બતાવ્‍યું હતું.ે

આ વાતનો ખાર રાખી જીતુ મારા ઘરે આવ્‍યો હતો અને અમે અમારા કાકાનો સાચવીએ જ છીએ, તમે શું કામ તેને સહાય અપાવવાનું કહ્યું? તેમ કહી ઝઘડો કરી ધોકાથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:53 AM IST)