તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડે કચ્છમાં મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં શરૂ કર્યું

રાજકોટ, તા.૪ : પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનલ્ડ્સ ઈન્ડિયાના રેસ્ટોરાંની માલિકી ધરાવતી અને ઓપરેટ કરતી વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ લિમિટેડે ગુજરાતના ભુજ શહેરમાં તેનું પહેલું મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં શરૂ કર્યું છે. આ સાથે વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડે દેશના ઝડપથી વિકસી રહેલા શહેરોમાંના એક ભુજમાં પ્રવેશ કર્યો છે અને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ નવા રેસ્ટોરાં સાથે હવે ગુજરાતભરમાં વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડના ૬૦થી વધુ મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં કાર્યરત છે. જેના લીધે વધુને વધુ ગ્રાહકોને સરળતાથી મેકડોનલ્ડ્સની વિવિધ વાનગીઓનો સ્વાદ અને અનુભવ મળશે.
કચ્છના ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર પ્લોટ નંબર ૫ અને ૬ ખાતે આવેલું આ નવું ૩,૫૦૦ ચોરસ ફૂટનું રેસ્ટોરાં પરિવારો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મુસાફરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે. ભુજના લોકો હવે પ્રથમ વખત પોતાના શહેરમાં મેકડોનલ્ડ્સની વિખ્યાત વાનગીઓનો આનંદ માણી શકશે. અહીં ગ્રાહકોને વિવિધ પ્રકારના બર્ગર, રેપ્સ, ફ્રાઇઝ, ડેઝર્ટ્સ અને મેકકેફેના ખાસ પીણાં મળશે.
આ પ્રસંગે મેકડોનલ્ડ્સ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભુજમાં પહેલી વખત મેકડોનલ્ડ્સ રેસ્ટોરાં શરૂ કરવું તે અમારા માટે ખૂબ ગર્વની વાત છે. કચ્છના લોકોને મેકડોનલ્ડ્સ પરિવારનો ભાગ બનાવતા અમને ખૂબ આનંદ થાય છે. અમે કચ્છના લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બનવાની આશા રાખીએ છીએ.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
