News of Friday, 25th September 2026
કચ્છમાં વ્યાજખોરો સામે પશ્ચિમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી: રોકડ અને કિંમતી દાગીના સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
સ્ટેમ્પ પેપર, ડાયરી અને મહત્વના દસ્તાવેજો પોલીસને મળ્યા : ચેક, સહી કરેલા ચેક અને બેંક પાસબુક પણ જપ્ત કરી

કચ્છમાં વ્યાજખોરો સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે, ધાકધમકી આપી લોકોને વ્યાજના ચક્રમાં ફસાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ છે કોઠારાના ઓસમાણ હાજી મામદ મંધરા અને આમદ હાજી મામદ મંધરા સામે સૌથી મોટી સર્ચ અને સીઝરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ છે,આ કાર્યવાહીમાં રોકડ અને કિંમતી દાગીના સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેમ્પ પેપર, ડાયરી અને મહત્વના દસ્તાવેજો પોલીસને મળ્યા છે. ચેક, સહી કરેલા ચેક અને બેંક પાસબુક પણ જપ્ત કરી છે. અસમાજિક તત્વોની આર્થિક પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ પોલીસનું મોટું ઓપરેશન હતું વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો ફરિયાદ કરવા આગળ આવે તેવી પોલીસે અપીલ કરી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
