તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
સુત્રાપાડા શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૧: શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ખાતે શષા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ,સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના પટેલ તથા આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉષ્માભેર જોડાયા હતા.
અખિલ ગુજરાત શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ઙ્કમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ દ્વારા જણાવ્યું હતું કે દશેરા પર્વ આપણને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આજના યુગમાં શષાનો અર્થ માત્ર યુદ્ધ સુધી સીમિત ન રાખી, પરંતુ સમાજની સુરક્ષા, એકતા અને ન્યાય માટે કરાયેલી પ્રતિબદ્ધતા તરીકે સમજવો જોઈએ. અને સમાજના દરેક યુવાનો અને વડીલોને માં ભવાની અને સુખનાથ મહાદેવ સુખ શાંતિ અને સમળદ્ધિ આપે આવી પ્રાર્થના.
આ અવસરે અખિલ ગુજરાત શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ, સુત્રાપાડા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પટેલ મસરીભાઈ બારડ, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહ ભાઈ મોરી, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ કાળાભાઈ બારડ પૂર્વ સુત્રાપાડા શહેર પ્રમુખ હરેશ ભાઈ મોરી, ગોપાલભાઈ બારડ, સૌરવ ભાઈ મોરી,સહિત સમાજના તમામ અગ્રણીઓ, આગેવાનો, વડીલો અને સૈંકડો યુવાનો હાજર રહયા હતા.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
