<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધ્રોલના શિક્ષણ જગતમાં શોકનું મોજું: બી.એમ. પટેલ સ્‍કૂલના ટ્રસ્‍ટી અને એનસીસી શિક્ષક કિરીટભાઈ વિરમગામાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

 

(સંજય ડાંગર- હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.૨૭:  ધ્રોલના શિક્ષણ જગત માટે રવિવારનો દિવસ શોકમય બની રહ્યો હતો. બી.એમ. પટેલ સ્‍કૂલના ટ્રસ્‍ટી તથા એન.સી.સી. (NCC)ના શિક્ષક કિરીટભાઈ વિરમગામાનું અચાનક હાર્ટ એટેક આવતાં દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર શૈક્ષણિક આલમ, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે આશરે ૯:૩૦ વાગ્‍યાના સુમારે પોતાના જામનગર હાઈવે પર આવેલી જી.એમ.પટેલ સ્‍કૂલ ની સામે કળષ્‍ણનગર સોસાયટી સ્‍થિત નિવાસસ્‍થાને હાજર હતા ત્‍યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુઃખાવો ઉપડ્‍યો હતો. પરિસ્‍થિતિ ગંભીર બનતાં પરિવારજનોએ તેમને તાત્‍કાલિક ધ્રોલની સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડ્‍યા હતા. જોકે હોસ્‍પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મળત જાહેર કર્યા હતા. કિરીટભાઈ વિરમગામા શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાવાન શિક્ષક, કુશળ સંચાલક અને વિદ્યાર્થીઓના પ્રિય માર્ગદર્શક તરીકે ઓળખાતા હતા. એન.સી.સી.ના શિક્ષક તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓમાં શિસ્‍ત, દેશપ્રેમ અને નેતળત્‍વના ગુણો વિકસાવવામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું. સાથે જ બી.એમ. પટેલ સ્‍કૂલના ટ્રસ્‍ટી તરીકે સંસ્‍થાના વિકાસમાં પણ તેમની નોંધપાત્ર ભૂમિકા રહી હતી.

(10:52 AM IST)