News of Friday, 21st August 2026
ભર ચોમાસે સુરેન્દ્રનગર શહેરમાં પાણીનો કકળાટ
ટાઉનશીપમાં ૪૫ દિવસથી પાણીનું વિતરણ જ નથી કરવામાં આવ્યું વેચાતા પાણી લેવા માટે સ્થાનિક લોકો મજબૂરઃ: ૧૦૦ થી વધુ ઘરોમાં સમસ્યા

(ફેજલ ચૌહાણ દ્વારા)વઢવાણઃ તા.ર૧, સુરેન્દ્રનગરમાં આવેલા ડેમમાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ હવે કુવા કાંઠે તરસ્યાનો ઘાટ સર્જાયો છે બેદરકારીના કારણે રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી ત્રણ જેટલી ટાઉનશીપમાં છેલ્લા ૪૫ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી અને પૂરતા પ્રમાણમાં પાણી પણ નથી મળી રહ્યું જેને લોકોમાં રોષ ભભૂકી ઊઠવા પામ્યો છે અને આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે.
પીવાના પાણી માટે સ્થાનિક લોકોને વલખા મારવા પડી રહ્યા છે ત્યારે ધોળીધજા ડેમ હાલની પરિસ્થિતિમાં ૧૬ ફૂટની પાણીથી સપાટીએથી ભરેલો છે તે છતાં પણ વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે પૂરતા પ્રમાણમાં શહેરીજનોને પીવાનું પાણી મળી શકતું નથી ત્યારે પવિત્ર ટાઉનશીપ વિહારના પાર્ક ટાઉનશીપ અને અન્ય ટાઉનશિપમાં પીવાનું પાણી નિયમિત રીતે મળતું નથી અને લોકોએ રજૂઆત કરી અને થાકયા છે અને મેયર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
તાત્કાલિક ધોરણે પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ૧૦૦ વધુ મકાનો આવેલા છે અને નાના અને મધ્યમ વર્ગના લોકો આ સોસાયટીઓમાં વસવાટ કરે છે ત્યારે આ સોસાયટીઓના સ્થાનિક લોકોને પીવાનું પાણી ટેન્કર મારફતે વેચાતું મંગાવું પડી રહ્યું છે અને એક ટેન્કરના ૫૦૦ રૂપિયા કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા નો પણ આ વિસ્તારમાં અભાવ છે ત્યારે આ અંગે મહાનગરપાલિકા યોગ્ય કરે અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ અંગે મેયરને પણ જાણ કરવામાં આવી છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
