<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

વિસાવદર તાલુકાના ઓઝત–૨, આંબાજળ, ધ્રાફડ તેમજ ઝાંઝેશ્રી ડેમમાં "સૌની યોજના"માંથી પાણી ભરવા સિંચાઈ મંત્રી સમક્ષ યાર્ડનાં ચેરમેન વિનુભાઈ હપાણીની રજુઆત

વિસાવદર તાલુકાની પરિસ્થિતી પાણી બાબતે ગંભીર છે. આવતા દિવસોમાં વિસાવદર તાલુકાના લોકોને પાણીની વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થાય તેવી સ્થિતિ

( યાસીન બ્લોચ દ્વારા ) વિસાવદર :વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વિનુભાઇ હપાણીએ રાજ્યના જળ સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ‌પટેલને એક લેખિત પત્ર પાઠવી વિસાવદર તાલુકાના ઓઝત–૨, આંબાજળ, ધ્રાફડ તેમજ ઝાંઝેશ્રી ડેમમાં "સૌની યોજના"માથી પાણી ભરવા બાબતે રજૂઆત કરી છે.
હપાણીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ગુજરાતની અંદર અમુક ભાગોમાં ઓછા વરસાદના હિસાબે નદી-નાળાઓમાં પાણી આવેલ નથી.જેને કારણે હાલ અમારા વિસાવદર તાલુકાની પરિસ્થિતી પાણી બાબતે ગંભીર છે. આવતા દિવસોમાં વિસાવદર તાલુકાના લોકોને પાણીની વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થાય તેવુ લાગી રહ્યું છે. રાજય સરકાર દ્વારા ઉપરોકત ચાર ડેમ ઓઝત–૨, આંબાજળ, ધ્રાફડ તેમજ ઝાંઝેશ્રી ડેમમા સૌની યોજનાનુ પાણી ઠલાવવામાં આવે અને ડેમો ભરી દેવામા આવે તો આ વિસ્તારના ખેડુતોને સિંચાઈનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનુ પાણી સરળતાથી મળી રહે. આ વિષયે ગંભીરતા લઈ વિસાવદર તાલુકાની આમ જનતાને પાણીની વિકટ પરિસ્થિતીનો સામનો ન કરવો પડે તેવી ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.‌ આ પત્રની નકલો (૧) પ્રભારી મંત્રી કૌશીકભાઈ વેકરીયા (૨) સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ મોકલાઈ છે.

(11:29 PM IST)