News of Saturday, 1st August 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા
ચુડા, સુરેન્દ્રનગર, વઢવાણ, સાયલા, લખતર સહિતના નિચાણવાળા વિસ્તારો પાણી-પાણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧: સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લા અને તાલુકામાં થતો એ ગઈકાલે સાંજથી એક જ ધારો વરસાદ વરસવાનો શરૂ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ પણ વરસાદ વરસવાનો શરૂ થયો છે આમ સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લા અને તાલુકામાં તો કોઈ સમગ્ર ઝાલાવાડમાં વરસાદી માહોલ છવાઈ જવા પામ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પ્રી-મોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે સુરેન્દ્રનગર શહેરનો રાજ હોટલ પાસે આવેલો પુલમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે ત્યારે વરસાદી વાતાવરણમાં અનેક વાહનો પણ અટવાઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ વરસાદ વરસવાના કારણે સામાન્ય રીતે જનજીવન પણ ખોવાઈ જવા પામ્યું છે સુરેન્દ્રનગર શહેરમાં અને તાલુકામાં તો કોઈ ધરતી પુત્રોમાં હાલમાં ખુશીની લહેર છવાઈ જેવા પામી છે પરંતુ જો વધારે વરસાદ વર્ષે શો ખેતરોમાં નુકસાનીનો પણ ભય હાલમાં ધરતી પુત્રોમાં જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, મુળી તાલુકાનો નાયકા ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. ગઈકાલથી શરૂ થયેલા અને હાલ વરસી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ડેમ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શકયતા છે. હાલની પાણીની આવકને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે નાયકા ડેમના ગેટ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
