<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

હળવદના સુંદરીભવાની ગામે ૩૦ વર્ષ બાદ વાવમાં નીર આવ્‍યા : કુંવારિકાઓ દ્વારા વધામણા કરાયા

 

( દીપક જાની દ્વારા ) હળવદ, તા.૧૬: સુંદરી ભવાની ગામે આસ્‍થા અને શ્રદ્ધાનો એક અદભુત કિસ્‍સો સામે આવ્‍યો છે. ગામની વચ્‍ચોવચ આવેલી વર્ષો જૂની અને ઇતિહાસિક વાવમાં અંદાજે ૩૦ વર્ષથી વધુ સમય બાદ અચાનક પાણી આવતા સમગ્ર ગ્રામજનોમાં ભારે ખુશી અને આヘર્ય માહોલ જોવા મળી રહ્યો છે.

 સુંદરી ભવાની ગામની આ મધ્‍યમાં આવેલી વાવ માંથી વર્ષો પહેલા ગ્રામજનો પીવાનું પાણી ભરતા હતા.પરંતુ સમય જતાં પાણીના તળ નીચા ઉતરી જવાન કારણે આ વાવ સૂકી થઈ ગઈ હતી અને અંદાજે ૩૦ વર્ષથી વધુ સમયથી તેમાં પાણી નહિવત હતું. માત્ર ચોમાસા દરમિયાન થોડું ઘણું પાણી એકઠું થતું, જેને લીધે ગ્રામજનોએ ત્‍યાંથી પાણીલેવાનું બંધ કરી દીધું હતું .

આ વાવ પરિસરમાં જ ખોડિયાર માતાજીનું પવિત્ર મંદિર આવેલું હોવાથી આ વાવ ખોડિયાર માતાજી ના નામથી જ ઓળખાય છે.દિવાળી ના બીજા દિવસે અચાનક આ વાવમાં પાણી આવ્‍યા બાદ ગ્રામજનો તેને કોઈ ચમત્‍કાર થી કમ નથી ે ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર, ૩૦ વર્ષ પછી વાવમાં આવેલા આ નવા નીર સંપૂર્ણપણે મીઠા અને પીવાલાયક છે. બેસતા વર્ષના એટલે કે નવા વર્ષ ના દિવસે ગામની કુંવારિકાઓને સાથે રાખીને ગ્રામજનો દ્વારાવાવમાં આવેલ નવા નીરના વધામણા કરવામાં આવ્‍યા હતા.આ પાણી તાંબાના બેડામાં ભરીને ગામના ચરમારિયા દાદાના મંદિરે તેમજ શક્‍તિમાના મંદિરે જઈને દાદા અને માતાજીને પાણી અર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ વાવમાં પાણીના આગમન સાથે જ ગામમાં શ્રદ્ધાથી જોડાયેલી કેટલીક માન્‍યતાઓ પણ વહેતી થઈ છે; જેમ કે,આ વાવનું પાણી સતત સાત રવિવાર સુધી પીવાથી વ્‍યક્‍તિને રોગોમાંથી મુક્‍તિ મળી શકે છે.જો કે, આ માન્‍યતાઓ બાબતે સમય જ સાચું પરિણામ આપશે, પરંતુ હાલ તો આ વાવના દર્શન કરવા અને પવિત્ર પાણી મેળવવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી રહ્યા છે.

(11:25 AM IST)