તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
વાંકાનેરના સિંધાવદર આસોઇ નદીના સાંકડા ડાયવર્ઝનથી હાલાકી
દોઢ વર્ષ પહેલા તૂટેલ પુલને બનતા હજી કેટલા વર્ષ લાગશે? દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૪: વાહનોની અવરજવરથી ભરચક્ક રહેતા વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો આસોઇ નદીનો ૧૦ મીટર લાંબો પુલ ૧૯૯૦ માં ૩૬ વર્ષ પહેલા બનાવવામાં આવેલ, ૨૦૨૪ પહેલા આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો, ફરી તા. ૬/૧૦/૨૦૨૪ ના પુલમાં ગાબડું પડેલ, ભારે વાહનો પુલ પર ચલાવવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો, આ પુલનું રિપેરિંગ કરીને તા. ૧૧/૩/૨૦૨૫ ના વાહન વ્યવહાર શરૂ કરાતા પુલની નીચે લોખંડના ગડરો પણ વધારે ડેમેજ હતા, ભોપાળું છતું થતા અંતે કામચલાઉ ડાયવર્ઝનમાં રોડ પર ડામર પાથરી પેચવર્ક કરેલ ત્યાં સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી હતી, અગાઉ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, ત્યાર પછી આખા પુલનો સર્વે કરતા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ કામગીરી ચાલી રહી છે.
લોકોને મોટી હાડમારીએ છે કે જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે રોડ એટલો બધો સાંકડો છે કે સામસામા આવતા બે ભારે વાહનો ન તો પસાર થઇ શકે છે કે ન તો પાછા ફરી શકે છે, સિંધાવદર ખેડૂતોને સીમમાં જવા આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, વાંકાનેર- રાજકોટની તમામ એસટી અહીંથી જ પસાર થાય છે. ચોમાસામાં આ ડાયવર્ઝન રોડ પર પણ પાણી ફરી વળશે.
હજી દશકો નથી થયો ત્યાં શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે, મોરબી ઝૂલતા પુલ જેવી કોઈ મોટી દુર્ઘટના બનશે, પછી જ તંત્ર જાગશે?
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
