તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
વાંકાનેર પોલીસે ઘરફોડ ચોરીમાં ૮ માસથી વોન્ટેડ રાજકોટના તસ્કરને ઝડપી લીધો
સોનાના દાગીના અને રોકડ સહિત ૧.૩૯ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ તસ્કર (નીચે બેઠેલ) સાથે વાંકાનેર પોલીસનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૬ :.. વાંકાનેર સીટી પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૧.૩૯ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હોય, દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કો. દર્શિતભાઈ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલાને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરની વળંદાવન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટના કુબલીયાપરામાં હોય.
જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઇ સોલંકી (ઉ.વ. ૨૯, રહે. કુબલીયાપરા, શેરી નં. ૫, મચ્છી ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી તથા રોકડ રકમ રૂ. ૧,૦૭,૦૦૦ સહિત કુલ રૂ. ૧,૩૯,૦૦૦નો મુદ્દામાલ રિકવરી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કો. યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કો. રાણીંગભાઇ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઇ પરમાર અને જગદીશભાઇ રંગપરા સહિતની ટીમ જોડાઇ હતી.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
