તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
વઢવાણ તાલુકામાં વરસાદ ખેંચાતા વાવેતર નિષ્ફળ જવાના એંધાણ
ખેડૂતોએ મોંઘુ બિયારણ મોંઘી દવાઓ ખાતર અને મજૂરી કરી અખાત્રીજે વાવેતર કર્યું પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો

વઢવાણ,તા.૩૦ફ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદ ખેંચાયો છે ગત વર્ષે ૧૫ જૂનથી સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાએ પ્રવેશ લઈ લીધો હતો પરંતુ જૂન મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે છતાં પણ વરસાદના કોઈ એંધાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તાઈ રહ્યા નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદન માટેનું હબ ગણવામાં આવે છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે વરસાદ ખેંચાયું હોવાના કારણે જે કપાસનો વાવેતર કરવામાં આવ્યું હતું તે નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે વઢવાણ તાલુકાના ખેડૂતો દર વર્ષે સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતો તાલુકો છે ત્યારે ચાલુ વર્ષે પણ વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કપાસીયા ચોંપી દેવામાં આવ્યા છે પરંતુ સમયસર વરસાદ ન થતા આ કપાસિયા બફાઈ જાય અને વાવેતર નિષ્ફળ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હાલના તબક્કામાં કેનાલોમાં પણ પૂરતું પાણી આપવામાં આવતું નથી જેને લઈને જગતનો તાત ફરી એક વખત ચિતામાં મુકાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા મોંઘુ બિયારણ મોંઘી દવાઓ મોંઘા ખાતર અને મોંઘી મજૂરી કરી અને વાવેતર કરવામાં આવ્યું પરંતુ વરસાદ ખેંચાતા આ વાવેતરને વ્યાપક નુકસાન થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગત વર્ષની સરખામણીમાં એક પ્રકારે ઓછું વાવેતર થયું છે ત્યારે બીજી તરફ હવે થયેલા વાવેતર ઉપર પણ ચિતા ના વાદળો ઘેરાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂત રણજીતસિહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેનાલોમાં સમયસર પાણી નથી આપવામાં આવતું એક તરફ વરસાદ પણ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિતામાં મુકાયા છે વઢવાણ પંથકમાં ૧૦૦૦૦ થી વધુ એકર જમીન ઉપર ખેડૂતો દ્વારા વાવેતર કરી નાખવામાં આવ્યું છે ત્યારે હવે વરસાદ ખેંચાયો છે સામાન્ય રીતે શાકભાજી લીલોચારો, કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર થયું છે ત્યારે કેનાલોમાં સમયસર પાણી નથી મળતું અને બીજી તરફ ચોમાસુ ખેંચાયું છે ત્યારે હવે ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે સરકાર અને તંત્ર આ મુદ્દે વિચારી અને પૂરતું પાણી કેનાલમાં આપે તેવી હવે ખેડૂતોએ પણ માંગ કરી છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
