તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
મોરબી જિલ્લામાં મતદારયાદીમતદારો ર૭ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા
૧૮ જાન્યુઆરી, ર૦ર૭ ના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી અનુસાર, જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં તા. ૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ર૦ર૭ જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્રતા ધરાવતા યુવાનો અને પ્રથમ વખતના મતદારો સહિત એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે અને કોઈ બિનપાત્ર વ્યક્તિનું નામ ન જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.
સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના સમયપત્રકમાં ફેરફાર: ૨૭ નવેમ્બરે પ્રસિદ્ધ થશે મુસદ્દા મતદાર યાદી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નવા સુધારેલા સમયપત્રક મુજબ મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬પ-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા. ૨૭/૧૧/૨૦૨૬ ના રોજ મુસદ્દા મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે. પ્રસિદ્ધિ સાથે જ તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન નાગરિકો અને રાજકીય પક્ષો પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ તા. ૧૧/૦૧/૨૦૨૭ સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ તા. ૧૮/૦૧/૨૦૨૭ ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯પ૦, મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ અને બંધારણની કલમ ૩૨૬ ની જોગવાઈઓને આધિન બિન-નોંધાયેલા પાત્ર નાગરિકો તેમજ તા. ૦૧/૦૧/૨૦૨૭ અને આગામી ત્રણ પાત્રતા તારીખો (૧લી એપ્રિલ, ૧લી જુલાઈ, ૧લી ઓક્ટોબર, ર૦ર૭) ના રોજ પાત્ર બનનાર સંભવિત મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી અરજી તથા હક્ક દાવા રજૂ કરી શકશે. નાગરિકોને પોતાની યાદીની વિગતો BLO પાસે ચકાસી લેવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ HTAT (Special Competitive Examination) હોવાથી તે દિવસનું સ્પેશિયલ કેમ્પેઈન રદ્દ કરવામાં આવ્યું છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢાની યાદીમાં જણાવાયું છે
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
