<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પ્રકૃતિના ખોળે નાગ-નાગણીનું સર્જાયું નૃત્‍યાત્‍મક મિલનનું આહલાદક દ્રશ્‍ય : જુઓ વિડીયો

ટંકારાની લતીપર રોડ સ્‍થિત સોસાયટી વિસ્‍તારના વોકળામાં દુર્લભ પ્રણય ક્રીડાની અદભૂત ક્ષણો મોબાઈલ કેમેરામાં કેદ ટંકારાના બિપીન પ્રજાપતિએ કેમેરામાં ઝડપ્‍યું નાગ-નાગણનું લયબદ્ધ સંવનનઃ વર્ષાઋતુ કે વસંતમાં એકાંત સ્‍થળે જોવા મળતી આ પ્રક્રિયા હાઈવે નજીક જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓમાં કૌતુકઃ શાંત વાતાવરણમાં વીંટળાયેલા નાગ-નાગણની કુદરતી સુંદરતા કેમેરામાં કંડારાઈ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૮: ટંકારાની સોસાયટી વિસ્‍તારમાં લતીપર રોડ ઉપર આવેલા વોકળામાં નાગ અને નાગણની પ્રણય ક્રીડાની દુર્લભ અને આહલાદક ક્ષણો કેમેરામાં કેદ થઈ છે. ચોકડી ખાતે આવેલ વોકળામાં નાગ અને નાગણની જોડી પ્રકળતિના સાનિધ્‍યમાં પ્રણય ક્રીડા કરતી જોવા મળી હતી.

આ દુર્લભ દ્રશ્‍યને ટંકારાના બિપીન પ્રજાપતિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. વિડિયોમાં નાગ-નાગણની નળત્‍યાત્‍મક ગતિવિધિઓ, સંનાદ, કુદરતી સુંદરતા અને બન્નેની લયબદ્ધતા સ્‍પષ્ટપણે જોવા મળી રહી છે. નર અને માદા સાપ એકબીજાની આસપાસ સુંદર ગૂંચળા જેવા આકારમાં વીંટળાઈને નળત્‍ય કરતા હોય તેવા મનોહર દ્રશ્‍યો સર્જાયા હતા.

સામાન્‍ય રીતે નાગ-નાગણીની અંગત પળો કે મિલનના દ્રશ્‍યો, જેને સાપનું સંવનન કે મેટિંગ કહેવાય છે, તે મોટાભાગે વર્ષાઋતુ કે વસંતઋતુ દરમિયાન જંગલો, ખેતરો કે એકાંત સ્‍થળોએ જોવા મળે છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ હંમેશા શાંત, અવાજ વગરની અને માનવ વસ્‍તીથી દૂર જગ્‍યાએ જ આ ક્રિયા કરે છે.

પરંતુ આધુનિક સમયમાં શાંત અને સ્‍થિર જગ્‍યા મળવી સ્‍વપ્ન જેવું બની ગયું છે, ત્‍યારે ટંકારા હાઈવે નજીક આ કુદરતી ક્રિયાના દ્રશ્‍યો કેદ થતા પ્રકળતિપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓમાં કૌતુક ફેલાયું છે. નિષ્‍ણાતોના મતે સંવનન સમયે સાપ અત્‍યંત સંવેદનશીલ હોય છે અને તેમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.(

(11:40 AM IST)