તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
શ્રી રામની પ્રાપ્તિ માટે વિશ્વામિત્રએ સંકલ્પ નહી, મનોરથ કર્યો છેઃ પૂ.મોરારીબાપુ
પાલીતાણામાં ‘માનસ શિવ સંકલ્પ' શ્રીરામકથામાં ડો.મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતી

રાજકોટ, તા.૨૩: પૂ.મોરારીબાપુના વ્યાસાસને તીર્થ સિધ્ધ-તપ અને ત્યાગની ભૂમિ પાલિતાણાની દિવ્ય -ચેતનમય-શુધ્ધ ધરા પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ-શિવસંકલ્પ' ગઇકાલે - ચોથા દિવસના પડાવ પર પહોંચી હતી. કથા પૂર્વે કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવિયાજીએ વ્યાસપીઠની વંદના કરી હતી. બાપુએ પ્રસાદરૂપે શાલ અર્પણ કરી ડો.મનસુખભાઇનું અભિવાદન કર્યુ હતું. પ્રારંભે મંત્રીશ્રીએ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. ત્યારબાદ સગાપરાધરાના બ્રહ્મલીન વિજયગિરિ બાપુ વિશે તથા તેમના જીવન-કવન વિશેનું પુસ્તક ‘અગોચરના ઇશારા‘(સં.વસંત બારોટ)નું લોકાર્પણ બાપુ તથા શ્રી મનસુખભાઇ હસ્તે થયુ હતું.
રામની પ્રાપ્તિ માટે વિશ્વામિત્રએ સંકલ્પ નથી કર્યો, મનોરથ કર્યો છે. માનસ-રામાયણ-માં એવા ઘણાય પાત્રો છે જેમણે મનોરથો સેવ્યા છે. અમને રામ જેવો દીકરો મળે એ મનુ-શતરૂપાનો મનોરથ છે. ભરતજીના મનમાં ચિત્રકુટ-અયોધ્યામાં કેટકેટલા મનોરથ ભર્યા છે. કોઇ પણ સંકલ્પ પાછળ અહંકાર હોય છે જયારે મનોરથમાં સહકાર નથી. વૈષ્ણવ દીનતાથી ભરેલા મનોરથ ઇશ્વર પોતે પૂરા કરે છે. વિભિષણ મનોરથ કરતો-કરતો રામની પાસે આવે છે.
શાસ્ત્રો સમજવા માટે એક બીજુ શાસ્ત્ર હોય છે એ છે મિમાંસા.શાષા ગુરૂમુખ સિવાય નથી સમજતા. માનસમાં સંકલ્પ લેનારા ચરિત્રો ઘણા છે. પ્રથમ તો તુલસીદાસનો સંકલ્પ છે કે માનસને ભાષાબધ્ધ કરે, બીજો શિવજીનો સંકલ્પ, ત્રીજો સતીનો સંકલ્પ એ જ રીત ક્રમમાં જઇએ તો ભગવાન વિષ્ણુનો સંકલ્પ, મનુ -શતરૂપાનો સંકલ્પ, વિશ્વામિત્રનો સંકલ્પ, જનકપુરની સ્ત્રીઓનો સંકલ્પ, સીતાજીનો સંકલ્પ, અયોધ્યાવાસીઓનો સંકલ્પ, ભરતજીના સંકલ્પો, રામજીનો સંકલ્પ, વાણીનો સંકલ્પ, વિભિષણનો સંકલ્પ, એક વિશેષ અંગદનો સંકલ્પ અને છેલ્લે કાગભૂસુકીજીનો સંકલ્પ એક મંત્ર બોલું છુ જે તમે સૌ પણ બોલજો, અસ્તિત્વને લાગે છે કે કથામંડપ પાઠશાળા થઇ ગઇ છે.
મનોજ જોશી ‘મજો' રાજકોટ
મો.૬૪૨૬૨ ૪૨૧૧૫
મો.૮૧૪૦૨ ૧૩૧૩૦
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
