<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

વિશ્વકર્મા સમાજ સમરસતાનું ઉતમ ઉદાહરણઃ મનસુખભાઇ

ટેકનોલોજી બદલાતા સીએનસી મશીન આવ્‍યા છતા વિશ્વકર્મા સમાજના કારીગરોની કાર્યકુશળતા એટલી જળવાય રહીઃ જગદીશભાઇ વિશ્વકર્મા : પોરબંદરમાં વિશ્વકર્મા સમાજનું મહાસંમેલન યોજાયું: રાજયભરના વિશ્વકર્મા સમાજના લોકો ઉમટી પડયાઃ વિશ્વકર્મા ગ્‍લોબલ ફાઉન્‍ડેશનની રચના : પોરબંદરના ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર દ્વારા વિશ્વકર્મા ગ્‍લોબલ ફાઉન્‍ડેશનને એક કરોડનું દાન : મહાસંમેલનથી વિશ્વકર્મા સમાજનું સંગઠન વધુ મજબુત : અર્જુનભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧ : ચોપાટી ખાતે રાજયભરના વિશ્વકર્મા સમાજના લોકોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં ઉપસ્‍થિત કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વકતવ્‍યમાં જણાવેલ કે વિશ્વકર્મા સમાજ સમરસતાનું ઉતમ ઉદાહરણ છે. વિશ્વકર્મા સમાજ અન્‍ય તમામ સમાજોમાં ભળી જાય છે.

વિશ્વકર્મા સમાજના મહાસંમેલનમાં હાજર રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માએ પ્રવચનમાં જણાવેલ કે ટેકનોલોજી બદલાઇ અને સીએનસી મશીનો આવ્‍યા ત્‍યારે વિશ્વકર્મા સમાજના  કારીગરોની કાર્યકુશળતા એટલી જ જળવાઇ રહી છે. રાજયના તમામ જિલ્લા અને મહાનગરોમાં એક વર્ષ આવા સંમેલન યોજવા જોઇએ.

વિશ્વકર્મા ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના નેજા હેઠળ વિશ્વકર્મા સમાજના તમામ લોકો એક છત્ર નીચે આવશે.

રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે વિશ્વકર્મા સમાજના મહાસંમેલનથી વિશ્વકર્મા સમાજનું સંગઠન વધુ મજબુત બનશે.

ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરે આ અવસરે વિશ્વકર્મા ગ્‍લોબલ ફાઉન્‍ડેશન માટે એક કરોડનું દાન આપવાનું જાહેર કર્યુ છે.

 વિશ્વકર્મા સંમેલનમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી ઉપસ્‍થિત રહયા હતા

(12:02 PM IST)