<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

બોટાદ સાયબર પોલીસ મથકના ગુનામાં ફરાર શિવરાજપુરનો વિશાલ પકડાયો

રાજકોટ ગ્રામ્‍ય એલસીબી પીઆઇ જે.પી.રાવ સહિતની ટીમે શિવરાજપુર બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી કાર્યવાહી કરી

રાજકોટ, તા., ૩: બોટાદના સાયબર પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્‍ય એલસીબીએ જસદણના શિવરાજપુર પાસેથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાયના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની ફરાર આરોપીઓને પકડવા માટે આપેલી સુચનોને લઇ રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના સ્‍ટાફે બાતમીના આધારે જસદણના શિવરાજપુરમાં રહેતા બોટાદ સાયબર પોલીસ મથકના ગુનામાં નાસતા-ફરતા આરોપી વિશાલ વલ્લભભાઇ ઝાપડીયાને શિવરાજપુર બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી બોટાદ સાયબર પોલીસને સોપવા કવાયત શરૂ કરી છે.

આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પીઆ જે.પી. રાવ, પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ.સી. ગોહીલ, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ અમિતસિંહ જાડેજા, એચસી ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્‍દ્રભાઇ ગોહીલ, વાઘાભાઇ આલ, પીસી અમિતદાન સુરૂ, કાળુભાઇ ધાંધલ, અશોકભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા તથા વિજયભાઇ સિંહારે કરી હતી.

(11:28 AM IST)