<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વિસાવદર યાર્ડનાં ચેરમેનની કૃષિમંત્રી સમક્ષ માંગ : ટેકાના ભાવે મગ અને તલની ખરીદી કરો

ખેડુતોને બન્ને જણસીનુ વેચાણ તાત્કાલીક કરવુ પડે તેવી પરીસ્થિતી હોય છે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિનુભાઈ હપાણીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગ અને તલની ખરીદી કરવા લેખિત રજૂઆત કરી છે.
હપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજયમા ઉનાળુ પાક મગ અને તલનું ઉત્પાદન મોટા પ્રમાણમા થયેલ છે. હાલ કેન્દ્ર સરકારે નકકી કરેલ ટેકાના ભાવે મગ અને તલની ખરીદી કરવામા આવે અને તેનો સીધો ફાયદો ગુજરાત રાજયના ખેડુતોને મળી રહે તે માટે મગ અને તલની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલીક ચાલુ કરવામા આવે અને તેની ખરીદીની પ્રક્રિયા પણ તાત્કાલીક ચાલુ કરવામા આવે જેથી ખેડુતોને બન્ને જણસીનુ વેચાણ તાત્કાલીક કરવુ પડે તેવી પરીસ્થિતી હોય છે કારણ કે ઉનાળુ ઉત્પાદન વેચ્યા પછી જ ચોમાસુ પાકના વાવેતર કરવા માટે ખાતર અને બિયારણની ખરીદી કરવાની થતી હોય છે. જેથી ખરીદીની પ્રક્રિયા તાત્કાલીક હાથ ધરવામા આવે તે‌ અતિઆવશ્યક છે.

(10:58 PM IST)