News of Sunday, 17th May 2026
વિસાવદર સેસન્સ કૉર્ટ દ્વારા ટ્રિપલ મર્ડર કેસમાં જામીન મંજુર
યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની દલીલો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરની સેસન્સ કોર્ટ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનાના કામમાં પોતાના પુત્ર, પૌત્રવધુ અને તેના પેટમાં રહેલ બાળકના ખૂનના ગુન્હા સબબ તેની માતા ને જામીન ઉપર મુક્ત કરેલ હતા.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,શોભાવડલા લસ્કર ગામના ખોડિયાર માતાના મંદિરે કાનાવડલા ગામના પાટિયા પાસે બનેલ બનાવમાં સગી માતાએ તેમના પુત્ર,તથા પુત્રવધુ અને તેના પેટમાં રહેલ ગર્ભ બાળકની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ગંભીર ગુનાની ફરિયાદના કામના આરોપી તરફે વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશભાઈ બી .જોશી રોકાયેલ હતા તેમના તરફથી નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ સાથે ધારદાર દલીલો કરતા વિસાવદર સેસન્સ કોર્ટના સેસન્સ જજ સાહેબ દવારા આરોપીને જામીન મુક્ત કરવા આદેશ કરેલ હતો
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
