તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
વીરપુર રેલવે સ્ટેશન પર મુસાફરોનો આક્રોશ: ટ્રેનને અટકાવી દઈને 15 મિનિટ સુધી હોબાળો મચાવ્યો: ભારે દોડધામ મચી
રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન દરરોજ મોડી આવતી હોવાના કારણે અને ટ્રેનમાં અપૂરતા ડબ્બાઓને લીધે સર્જાતી ભારે ભીડથી કંટાળેલા અપડાઉન કરતા મુસાફરોએ રેલવે સામે મોરચો માંડ્યો

રાજકોટ જિલ્લાના વીરપુર રેલવે સ્ટેશન પર મુસાફરોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન દરરોજ મોડી આવતી હોવાના કારણે અને ટ્રેનમાં અપૂરતા ડબ્બાઓને લીધે સર્જાતી ભારે ભીડથી કંટાળેલા અપડાઉન કરતા મુસાફરોએ આજે રેલવે પ્રશાસન સામે મોરચો માંડ્યો હતો. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ વીરપુર સ્ટેશન પર ટ્રેનને અટકાવી દઈને અંદાજિત 10 થી 15 મિનિટ સુધી જોરદાર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક રોજિંદા અપડાઉન કરતા મુસાફરોનો દાવો છે કે રાજકોટ - સોમનાથ લોકલ ટ્રેન ક્રોસિંગના બહાને અથવા અન્ય કારણોસર દરરોજ મોડી દોડે છે. ટ્રેન સમયસર ન આવવાના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ પોતાના નિયત સ્થળે સમયસર પહોંચી શકતા નથી. આ ઉપરાંત, આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં કોચ ખૂબ જ ઓછા છે. કોચ ઓછા હોવાના કારણે ટ્રેનમાં અસહ્ય ટ્રાફિક અને ભીડ થાય છે, જેના લીધે મહિલાઓ અને વૃદ્ધો સહિતના તમામ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેનનો સમય નિયમિત કરવા અને ટ્રેનમાં કોચની સંખ્યા વધારવા માટે અગાઉ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ કંટાળેલા મુસાફરોએ આ જ પ્રકારે ટ્રેન રોકીને વિરોધ
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
