<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ભુજના રાયધણપર ગામે સામાન્‍ય બોલાચાલી બાદ ટોળાનો હિંસક હૂમલોઃ પોલીસ ઉપર પથ્‍થરમારોઃ ત્રણને ઇજાઃ ૨૦ની અટક

 

(ભુજ) ભુજ, તા.૧: તાલુકાના રાયધણપર ગામે શુક્રવારે મોડી રાત્રે નજીવી બાબતે વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્‍ચે હિંસક બબાલ થઈ હતી, જેમાં બોલેરો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ અને પોલીસ પર પથ્‍થરમારો થયો હતો. બબાલનું મુખ્‍ય કારણ રાયધણપર ગામના પાદરે બેઠેલા યુવાનોને વરનોરા ગામના કેટલાક શખસોએ ‘‘અમારી સામે કેમ જુઓ છો?'' તેમ કહી ગાળો ભાંડીને ઝઘડો શરૂ કર્યો હતો. બંને વચ્‍ચે પ્રાથમિક બોલાચાલી બાદ વરનોરા ગામમાંથી ૨૫ થી વધુ લોકોનું ટોળું પાઇપો અને ધોકા જેવા હથિયારો સાથે રાયધણપર ધસી આવ્‍યું હતું. આ દરમિયાન રાયધણપરના લોકો પર બોલેરો પિકઅપ ગાડી ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો.

ઘટનાની જાણ થતાં જ માધાપર અને પધ્‍ધર પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી, પરંતુ ઉશ્‍કેરાયેલા તોફાનીઓએ પોલીસના વાહનો પર પણ ભારે પથ્‍થરમારો કરી નુકસાન પહોંચાડ્‍યું હતું. આ હિંસક હુમલામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ જેવી સ્‍થિતિ સર્જાઈ છે, જ્‍યારે અન્‍ય ત્રણેક લોકોને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્‍પિટલ ખસેડાયા છે. રાયધણપરના યુવાન દર્શન બરાડીયાની ફરિયાદના આધારે માધાપર પોલીસે ૨૩ શખસો સામે નામજોગ અને અન્‍ય અજાણ્‍યા ટોળા વિરૂદ્ધ હત્‍યાના  ્‌પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધ્‍યો છે. પોલીસે મુખ્‍ય સૂત્રધારો સહિત ૨૦ જેટલા તોફાનીઓની અટકાયત કરી લીધી છે.

ઘટનાની ગંભીરતા જોઈને એસપી વિકાસ સુંડા સહિતનો કાફલો રાત્રે જ દોડી ગયો હતો અને હાલ રાયધણપર તેમજ વરનોરા બંને ગામોમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. પોલીસ ફરિયાદ અનુસાર શરૂઆતમાં બોલાચાલી કરનારા મુખ્‍ય આરોપીઓ સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્‍બાસ મામદ મોખા, સમીર અબ્‍દુલ મમણ ઉપરાંત રઝાક સિદ્દીક મેર નામના શખસે ટોળા પર પૂરઝડપે અને ભયજનક રીતે બોલેરો પિકઅપ ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો ઙ્કયાસ કર્યો હતો. ફિરોઝ રજાક મમણ (નાના વરનોરા) શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મમણ, અક્રમ જુસબ મમણ, મજીદ ઈબ્રાહિમ કેવર અન્‍ય આરોપીમાં મામદ લાખા મોખા નામનો શખસ ભુજથી ટોયોટા ગ્‍લેન્‍ઝા કાર લઈને હથિયારો સાથે આવ્‍યો હતો.આ હુમલામાં રાયધણપરના રાજેશ અંબાલાલ ચાવડાને ડાબી આંખ પર પથ્‍થર વાગતાં બ્રેઇન હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ છે. આ સમગ્ર બનાવમાં પોલીસે કડકાઈપૂર્વક કાર્યવાહી હાથ ધરી છે.

(10:39 AM IST)