તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
લોધીકા તાલુકાના કોઠાપીપળિયા ગામે નેટવર્ક કનેક્ટિવિટીના ધાંધિયા, ગ્રામજનો પરેશાન
કોઠાપીપળિયા ગામમાં કોઈ પણ કંપનીનું નેટવર્ક યોગ્ય રીતે ન મળતાં ગ્રામજનોને હાલાકી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૨૦: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના કોઠાપીપળિયા ગામે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં કોઈ પણ મોબાઇલ કંપનીનું નેટવર્ક યોગ્ય રીતે મળતું ન હોવાથી લોકોને રોજિંદા કામકાજમાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
ખાસ કરીને ઇમરજન્સીના સમયે ફોન દ્વારા સંપર્ક કરવામાં મુશ્કેલી પડતી હોવાથી ગ્રામજનોની ચિંતા વધી છે. આજના ડિજિટલ યુગમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ અનિવાર્ય બન્યાં છે, ત્યારે કોઠાપીપળિયા ગામમાં નેટવર્કની સમસ્યાના કારણે લોકો અનેક સુવિધાઓથી વંચિત રહે છે.
આ સમસ્યાને લઈને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આથી સંબંધિત મોબાઇલ નેટવર્ક કંપનીઓ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે અને ગામમાં યોગ્ય નેટવર્ક સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી ગ્રામજનોની માગ છે.
આ અંગે ગામના પૂર્વ સરપંચશ્રી સંજયભાઈ અગ્રાવત દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. હવે સંબંધિત કંપનીઓ આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
