<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

જામનગરમાં GST વિભાગનું મેગા ઓપરેશન ત્રીજા દિવસે પણ યથાવત

દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં GST વિભાગની અંદાજે 20 જેટલી ટીમોના ધામા :બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કારખાનેદારો અને વિવિધ એકમોની સઘન તપાસ

જામનગરમાં GST વિભાગનું મેગા ઓપરેશન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં GST વિભાગની અંદાજે 20 જેટલી ટીમોએ ધામા નાખી બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કારખાનેદારો અને વિવિધ એકમોની સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન બેનામી હિસાબો, બોગસ બિલિંગ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. કંપનીઓના દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ વચ્ચે કરચોરી સંબંધિત મુદ્દાઓ પર GST વિભાગની ખાસ નજર છે. સતત ચાલી રહેલી કાર્યવાહીથી ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિઓ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:08 PM IST)