તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ધારીના ખોખરી ગામે દારૂના નશામાં એસિડ પી લેતાં વિજયનો જીવ ગયો
૨૫ વર્ષના યુવાને સારવારમાં રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ધારી તાબેના ખોખરા મહાદેવ ગામે રહેતાં ૨૫ વર્ષના યુવાને દારૂના નશામાં એસિડ પી લેતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ખોખરા મહાદેવ ગામે રહેતો વિજયભાઇ નાનુભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૫) નામનો યુવાન ૨૧મીએ સાંજે ચારેક વાગ્યે એસિડ પી જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે વહેલી પરોઢે મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર વિજયભાઇ છુટક ખેત મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
