તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ભુજમાં બિયરના ટીન સાથે કેક કાપતા હિસ્ટ્રીશીટરનો વિડિયો વાયરલ : પોલીસે ધરપકડ કરી માફી મંગાવી
ભુજ એલ.સી.બી. (LCB) પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી કાર તથા બિયરના બે ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

કચ્છના ભુજમાં એક હિસ્ટ્રીશીટર દ્વારા જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાવતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ વિડિયોમાં આરોપી બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ મામલે ભુજ એલ.સી.બી. (LCB) પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી કાર તથા બિયરના બે ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
