<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

કાલાવડમાં ગોઝારો અકસ્માત સર્જનાર કારચાલકનો વીડિયો વાયરલ: બેના મોતનો દ્રશ્ય કેદ : જુઓ વિડિયો

ઓવરટેક કરવા જતા રસના ચિચોડા પાસે ઉભેલા લોકોને કચડ્યા: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૧ : જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં માર્કેટિંગ યાર્ડ રોડ પર ગોઝારો અકસ્માત સર્જી બે વ્યક્તિના મૃત્યુ નીપજાવનાર કારચાલકનો વીડિયો હવે સામે આવ્યો છે.

બેફામ ગતિથી આવેલા કાર ચાલકે એક બસને ઓવરટેક કરવાની લહાયમાં પોતાની કાર રોડથી નીચે ઉતારી દીધી હતી. જ્યાં શેરડીના રસનો ચિચોડો હતો અને કેટલાક વ્યક્તિઓ શેરડીનો રસ પી રહ્યા હતા. કારચાલકે તેઓને ઠોકરે ચડાવ્યા બાદ કારને જમ્પ કરાવીને નીચે ખાડામાં ઉતારી દીધી હતી.

સમગ્ર દ્રશ્ય નજીકના જ વિસ્તારમાં આવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. અકસ્માતના ફૂટેજ સાથેનો વીડિયો ગઈકાલે બપોર બાદથી કાલાવડ સહિત સમગ્ર જામનગર જિલ્લામાં વાયરલ થયો છે. વીડિયોમાં કારની બેફામ ગતિ અને અકસ્માતની ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(10:32 AM IST)