તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
કાલાવડમાં સોશિયલ મીડિયાના નામે ખંડણીનો પ્રયાસ થયાનો આક્ષેપ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂા. પ૦ હજારની માંગણી
‘I Love Kalavad 1’ નામના ઇન્સ્ટાગ્રામ આઇડીના સંચાલક સામે કાલાવડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઇ : જમીન અંગેના વીડિયો દ્વારા બદનામી કરવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

(સચીન આશરા દ્વારા) કાલાવડ, તા. ૬ : સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે માહિતીના પ્રસાર, જનજાગળતિ અને લોકોના પશ્નોને વાચા આપવા માટે થઈ રહ્યો છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી વ્યક્તિઓને દબાણમાં લેવાના પ્રયાસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી રૂ. ૫૦ હજારની ખંડણી માગ્યાનો ગંભીર આક્ષેપ સામે આવતાં શહેરમાં ચર્ચા જાગી છે.
કાલાવડના રમેશભાઈ મોહનભાઈ દોંગા (ઉંમર વર્ષ ૪૪) દ્વારા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં વાલસી ગઢવી નામના શખ્સ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપી દ્વારા ફરિયાદીના પત્ની હીનાબેનના નામે જાલણસર ગામે આવેલી જમીન અંગેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જમીન સરકારી હોવાનું અને તેના પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી રમેશભાઈના જણાવ્યા અનુસાર, આરોપીએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઁત્ ન્ંરુફૂ ર્ધ્ીર્શ્રીરર્ુીફુ ૧ઁ પર પ્રસિદ્ધ નહીં કરવા માટે તેમની પાસેથી રૂ. ૫૦ હજારની માગણી કરી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને બદનામી કરવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ ઉપરાંત, ફરિયાદ મુજબ માગવામાં આવેલી રકમ નહીં આપતાં આરોપીએ 'I Love Kalavad 1' નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સંબંધિત વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે પોતાની અને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની રજૂઆત ફરિયાદીએ પોલીસ સમક્ષ કરી છે.
આ સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (ગ્ફલ્)ની કલમ ૩૦૮(૨) અને ૩૦૮(૬) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયાની જવાબદારી અને કાયદાની મર્યાદા અંગે સવાલો
આ બનાવે સોશિયલ મીડિયાના ઉપયોગ અને તેની જવાબદારી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ, પરિવાર કે મિલકત અંગેના આક્ષેપો કરતી વખતે હકીકતોની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે. કોઈપણ મુદ્દે રજૂઆત કરવી કે જાહેર હિતના પ્ર‘ો ઉઠાવવા એ લોકશાહીનો અધિકાર છે, પરંતુ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી નાણાંની માગણી કરવામાં આવી હોય તો તે ગંભીર કાયદાકીય બાબત બની શકે છે.
ખાસ કરીને સ્થાનિક સ્તરે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચ ધરાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટના સંચાલકોએ પણ પોતાની જવાબદારી અને કાયદાકીય મર્યાદાઓ સમજવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ સામેના આક્ષેપો પુરાવા અને સત્તાવાર હકીકતોના આધારે જ રજૂ થવા જોઈએ.
હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપો અંગેની અંતિમ સત્યતા તપાસ તથા કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. જોકે, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈને બદનામ કરવાની કે દબાણમાં લેવાની પ્રવળત્તિ સામે કાયદાનું શાસન જળવાય તે જરૂરી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
