News of Thursday, 14th May 2026
પશ્ચિમ બંગાળની બહુ પ્રચલિત જાલમુડી હવે જામનગરમાં પણ આવી પહોંચી : જુઓ વિડીયો
નીટ, પરીક્ષા મુદ્દે આપની વિદ્યાર્થી પાંખ દ્વારા નવતર રીતે વિરોધ અભિવ્યક્તિ

જામનગર:પશ્ચિમ બંગાળની પ્રખ્યાત જાલમુડી હવે જામનગર શહેર સુધી પણ પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા આજે શહેરના ડી.કે.વી. સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા નજીક નીટ પરીક્ષા મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરોએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરીક્ષા પ્રણાલીને કલંકિત કરનાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર આરોપીઓને કડકમાં કડક સજા તેમજ ફાંસીની સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વિરોધને નવતર સ્વરૂપ આપવા માટે કાર્યકરોએ ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત જાલમુડી વહેંચી હતી. “પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભેળસેળ થઈ ગયું છે” તેવો સંદેશ આપતા પ્રતિકાત્મક રીતે જાલમુડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે રમખાણ કરનારાઓ સામે સરકાર તાત્કાલિક કડક કાર્યવાહી કરે અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં આવે. વિદ્યાર્થીઓના હકો માટે આગળ પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
