News of Wednesday, 1st July 2026
વેરાવળ વખારીયા બજાર વેપારીઓ દ્વારા મેઘરાજાને મનાવવા સોમનાથ સુધી ભજન ગાઈ પદયાત્રા

વેરાવળઃ હાલમાં આ વર્ષે વેરાવળ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હોય, વરસાદ ની તાતી જરૂરિયાત હોય, મેઘરાજા ને મનાવવા માટે, સોમનાથ દાદાને શીશ નમાવવા સોમનાથ સુધી પદયાત્રા જે સતત ૨૭ વર્ષથી દર વર્ષે યોજાય છે. જેમાં ડી.જે નાં તાલે, આનંદ - ઉલ્લાસ સાથે આ પદયાત્રા માં તમામ વેપારીઓ જોડાય છે. દર વર્ષે શ્રદ્ધા પૂર્વક પદયાત્રા બાદ અચૂક વરસાદ આવે છે અને આ પદયાત્રા ફળે છે . મંગળવારે વખારીયા બજાર, સુરજ કુંડ પાસેથી રાજમાર્ગ પર થઇ ભાલકા થઈ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. આ યાત્રામાં વેપારીઓ જોડાયા હતા.અને સોમનાથ દાદા પાસે પંથકમાં સારો વરસાદ વરસે તેવી મંગલ પ્રાર્થના કરી હતી
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
