News of Friday, 3rd July 2026
વેરાવળમાં ધોધમાર 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર] જેવી સ્થિતિ સર્જાઈ:શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા
જનજીવન પ્રભાવિત બન્યું :ભારે વરસાદના કારણે વેરાવળના કિંદરાવા અને સારસવા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 17 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના કારણે વેરાવળના કિંદરાવા અને સારસવા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રોડ બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
