<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

મોહરમ પર્વને લઈ વેરાવળ પોલીસ એલર્ટ મોડ પર : શાંતિ સમિતિની બેઠક બાદ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ

મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે વેરાવળ પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે વેરાવળ પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ મોડ પર આવી ગયું છે. આ અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં એક ખાસ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ અને આગેવાનોએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી.

(9:33 PM IST)