News of Monday, 16th November 2026
પૂ.જલારામ બાપાએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરિદ્રનારાયણની સેવામાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલ
ડો.મનસુખભાઈ માંડવિયાએ પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતીએ દેશ-વિદેશના તમામ શ્રધ્ધાળુઓને શુભેચ્છા પાઠવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી અવસરે ડો.મનસુખભાઈ માંડવિયાએ દેશ-વિદેશમાં વસતા તમામ શ્રધ્ધાળુઓને શુભેચ્છા પઠવીને જણાવેલ કે, પૂ.જલારામ બાપાએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરિદ્રનારાયણની સેવામાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલ હતો.
કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સમસ્ત ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુ ભાઈ-બહેનોને જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતીના પાવન અવસરે હૃદયપૂર્વકની શુભેચ્છાઓમાં જણાવ્યું હતું કે, આપણી સનાતન ભારતીય સંસ્કળતિ અને તેમાં પણ વિશેષ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રની સંત અને શૂરવીરની ધરા અગણિત મહાપુરુષોના તપ, બલિદાન અને સેવાથી પવિત્ર થયેલી છે, જેમાં વીરપુર મુકામે જન્મેલા પૂજ્ય જલારામ બાપાનું નામ સેવા, સમર્પણ અને અન્નદાન એ જ મહાદાનના પરમ આદર્શ તરીકે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. દેને કો ટુકડા ભલો, લેને કો હરિ નામૅ ના ભક્તિમય અને સેવામય મંત્રને પોતાના જીવનનો શ્વાસ બનાવીને, ભૂખ્યાને ભોજન અને નિરાધારને આધાર આપવાની જે દિવ્ય જ્યોત પૂજ્ય બાપાએ વીરપુરની પવિત્ર ભૂમિ પર પ્રગટાવી હતી, તે આજે સદીઓ વીતી જવા છતાં અને તેમની ૨૨૭મી જન્મ જયંતીની ઉજવણીના આજના આ ઐતિહાસિક મુકામે પણ અખંડ સદાવ્રત રૂપે સંપૂર્ણ તેજથી પ્રજ્વલિત છે જે સમગ્ર માનવજાત માટે અત્યંત ગૌરવ, આદર અને પ્રેરણાની બાબત છે.
પૂજ્ય બાપાએ પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન કોઈપણ જાતના નાત-જાત, ચ-નીચ કે અમીર-ગરીબના ભેદભાવ વિના માત્ર અને માત્ર દરિદ્ર નારાયણની સેવામાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેમની એ નિઃસ્વાર્થ માનવસેવાની તથા પ્રભુ શ્રી રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની સુવાસ આજે માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એક દિવ્ય ચેતના સ્વરૂપે વ્યાપેલી છે. તેમ ડો.મનસુખભાઈએ શ્રધ્ધાળુઓને શુભેચ્છા સંદેશ જણાવેલ હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને દ્રષ્ટિવંત નેતળત્વમાં જ્યારે કેન્દ્ર સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મૂળભૂત મંત્ર સાથે સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષ અને ગરીબ કલ્યાણ માટે અવિરતપણે કાર્યરત છે, ત્યારે સરકારની આ તમામ જનકલ્યાણકારી નીતિઓ અને અંત્યોદયના પ્રકલ્પોના મૂળમાં પણ પૂજ્ય જલારામ બાપા જેવા જ મહાન સંતોએ ચીંધેલો સેવા પરમો ધર્મનો ઉચ્ચ આદર્શ અને ગરીબોના આંસુ લૂછવાની ઉદાત્ત ભાવના જ રહેલી છે. પૂજ્ય જલારામ બાપાનું જીવન એ માત્ર એક સંતનું જીવન નથી પરંતુ તે માનવતા, કરુણા, દયા, બંધુત્વ અને સદભાવનાનું એક એવું જીવંત અને શાશ્વત મહાકાવ્ય છે જે આવનારી અનેક પેઢીઓ સુધી સમગ્ર સમાજને નિસ્વાર્થ કર્મનો અને માનવ સેવા નો સચોટ માર્ગ બતાવતું રહેશે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
